આ વર્ષે જ સંઘ વડા મોહન ભાગવત તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્ને 75 વર્ષના થઈ રહ્યા છે
જોકે ભાજપ કે સંઘમાં નિવૃતિની કોઈ વયમર્યાદા હોવાનો ઈન્કાર : મોદી 75 વર્ષ પછી પણ ફરજ બજાવશે તેવું ખુદ અમિત શાહ કહી ચૂકયા છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
- Advertisement -
અનેક વખત મહત્વપૂર્ણ પરંતુ સંકેતાત્મક વિધાનો કરવા માટે જાણીતા બનેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક (વડા) મોહન ભાગવતે નેતાઓની નિવૃતી વય મર્યાદા અંગે જણાવ્યું કે, જો તમે 75 વર્ષના થઈ જાવ તો તમને કોઈ અભિનંદન આપે તો સમજી લેવું જોઈએ કે હવે તમારે નિવૃત થઈ જવાનો સમય આવી ગયો છે અને અન્યને કામ કરવાની તક આપવી જોઈએ.
ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા એક સમયના સંઘના ટોચના નેતૃત્વમાં સામેલ ગણાતા મોરેપંત પીંગલેના સ્મૃતિ સમારોહમાં મંતવ્ય આપતા સંઘવડા મોહન ભાગવતે આ ટીપ્પણી કરી હતી.
તેઓએ મોરેની રાજકીય ભવિષ્યવાણીને યાદ કરતા કહ્યું હતું કે, તેઓએ એક સમયે અમારી વાતચીતમાં કહ્યું કે, જો તમામ વિપક્ષી દળ (ભાજપ તે સમયે વિપક્ષમાં હતો) એક સાથે થઈ જાય તો 276 બેઠકો મળી શકે છે અને વાસ્તવમાં તે સાચુ પડયું. તેઓએ કહ્યું કે, પીંગલેએ કયારેય પોતાની ઉપલબ્ધીઓની ચર્ચા કરી ન હોતી અને જયારે તેવી વાત આવતી તો સ્મીત કરીને વાત બદલી નાખતા હતા.
- Advertisement -
બીજી તરફ મોહન ભાગવતના આ વિધાનથી ફરી એક વખત નવી ચર્ચા છેડાઈ છે. વાસ્તવમાં આ વર્ષે જ સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ રહ્યા છે અને જોગાનુજોગ પણ 75ના થશે. આમ તેમનો ઈશારો કઈ બાજુ હતો તેના પર હવે સૌ અનુમાન કરી રહ્યા છે.
જોકે એવું મનાય છે કે, તેઓનો સંકેત મોદી બાજુ નહીં હોય અગાઉ એક સમારોહમાં સેવા નિવૃતિ બાબતોમાં પોતાના વિધાનોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપવાદ ગણાવ્યા હતા તો બીજી તરફ હાલમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એવું કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષ પછી પણ સેવા નિવૃતી નહીં લે.
વાસ્તવમાં ભાજપમાં આ પ્રકારની જોગવાઈ હોવાનો અમિત શાહે ઈન્કાર કર્યો હતો. મહારાષ્ટ્ર ભાજપના પૂર્વ અધ્યક્ષ ચંદ્રશેખર વામનકુલે એ પણ સોશ્યલ મીડીયા પર ભાજપમાં 75 વર્ષનો નિયમ હોવાનો ઈન્કાર કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજનીતીથી રીટાયર્ડ થઈ જશે તેવી કોઈ વાત નથી.
અગાઉ અટલ બિહારી વાજપેયી 79 વર્ષે પણ દેશના વડાપ્રધાન બની રહ્યા હતા જયારે મોરારજી દેસાઈ 83 વર્ષ અને ડો. મનમોહનસિંહ 81 વર્ષે પણ વડાપ્રધાન હતા. ભાગવતના આ વિધાનો પર ઉધ્ધવ ઠાકરે જુથના પ્રવકતા સંજય નિરૂપમે ભાગવતનો ઈસારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભણી છે તેવું જણાવ્યું હતું.
નાગપુર યુનિ.ના પ્રો. ડો. શ્રીનિવાસ ખાંડવલેએ કહ્યું કે, આરએસએસમાં પણ કોઈ નિવૃતિ મર્યાદા નથી અને સંઘવડા પોતાની રીતે નિવૃત થઈ શકે છે. ભાજપમાં પણ તેવી સ્થિતિ છે. જો કે આરએસએસના પૂર્વ અગ્રણી દિલીપ દેવધરે કહ્યું કે, બન્નેમાંથી કોઈ નિવૃત થનાર નથી.
તમને જયારે 75ની વર્ષગાંઠે અભિનંદન આપે તો સમજી લેવું કે અન્ય માટે જગ્યા કરવાનો સમય થઈ ગયો છે : સંઘના કાર્યક્રમમાં ભાગવતના વિધાનોએ ચર્ચા છેડી