પાટીદાર યુવાનને માર મારનાર 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી પોલીસ ક્રાઈમ રેટ ઓછો દેખાડવા માટે અવનવી ટેકનીક અપનાવી રહી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે વાહન ચોરીના ગુનામાં મોડી મોડી નોંધાતી પોલીસ ફરિયાદથી પોલીસ કામગીરી સામે અસંતોષ જોવા મળતો હતો તો હવે તાજેતરમાં પાટીદાર યુવાનને ઉઠાવી જઈને માર મારવાના બનાવમાં પાટીદાર આગેવાનોએ પોલીસ મથકે ધક્કા ખાધા અને પત્રકાર પરિષદ સંબોધી પોલીસનું નાક વાઢ્યા બાદ આખે પાંચ આરોપીઓ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
મોરબી બાયપાસ સત્કાર રેસીડેન્સીના રહેવાસી પાર્થ સુંદરજીભાઈ બોપલીયા (ઉ.વ.20) વાળાએ આરોપીઓ શક્તીભાઈ મહેશભાઈ ગજીયા, મહેશભાઈ ઉર્ફે લાલાભાઈ આયદાનભાઈ સવસેટા, કાનભા ગઢવી, યુવરાજ ગઢવી અને જગદીશ સાધાભાઈ સવસેટા વિરુદ્ધ તેમજ તપાસમાં નીકળી આવે તે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ગત તા. 01 ના રોજ ફરિયાદી પાર્થે આરોપી શક્તિ પાસે રૂ 25 હજારની માંગણી કરતા એક મોટરસાયકલ અડાણે મુકવા આપેલ અને આરોપી શક્તિએ પાર્થને એક મહિના પછી રૂપિયા 50 હજાર અને મોટરસાયકલ પરત આપવાનું કહ્યું હતું અને જો નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
તેમજ પાર્થને ગેરકાયદેસર અટકાયતમાં રાખી વાવડી રોડ ભૂમિ ટાવર પાસે લઇ જઈને પાંચેય આરોપીઓએ ગાળો આપી ઢીકા પાટું માર મારી લાકડી વડે માર મારી આરોપી શક્તિ ગજીયાએ પાર્થ પાસેથી એપલ કંપનીનો 13 પ્રો અને આરોપી કાનભા ગઢવીએ રીયલમી કંપનીનો ભ-35 મોબાઈલ બળજબરીપૂર્વક કઢાવી લીધો હતો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
ચમત્કાર વિના તંત્ર નમસ્કાર નહિ જ
કરે ? મોટો સવાલ
મોરબીમાં થોડા સમયે પૂર્વે રોડ રસ્તા સહિતના પ્રાથમિક પ્રશ્નની રજૂઆત નહિ સંભાળનાર તંત્ર વિરુદ્ધ નગરજનોએ મોરચો માંડ્યો હતો ઠેર ઠેર રસ્તા રોકો આંદોલન કરી તંત્રને જગાડ્યું હતું અને તંત્ર રાતોરાત દોડતું થયું હતું તો હવે પોલીસ મથકે ફરિયાદ નોંધવા માટે પણ સમાજના આગેવાનોને સાથે રાખવા પડે, પત્રકાર પરિષદ કર્યા બાદ જ પોલીસ ફરિયાદ નોંધશે ? તેવો સવાલ લોકોમાં ચર્ચાય રહ્યો છે પાટીદાર યુવાનની ફરિયાદ નહિ નોંધી ત્રણ ત્રણ દિવસ સુધી ધક્કા ખવડાવ્યા હતા અને પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તેનો જવાબ કોણ આપશે તેની ચર્ચા જોવા મળી રહી છે



