બનાવનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ભાજપ અનુ.જાતિ મોરચાના કાર્યકર્તા ઉપર લાઠીચાર્જ કરવાના રાજસ્થાનની કોંગ્રેસ સરકારના નિંદનિય કૃત્યને વખોડતા: રાજુભાઈ અઘેરા, મહેશ રાઠોડ, મહેશ અઘેરા
તાજેતરમાં રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ ખાતે અનુ.જાતિ પૈકી વાલ્મીકી સમાજના યુવાન ને ગુંડાઓ ધ્વારા બેરહેમીથી માર મારી હત્યા નિપજાવવાના ધૃણાસ્પદ બનાવના વિરોધમાં આ બનાવનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ભાજપ અનુ.જાતિ મોરચાના કાર્યકર્તાઓ ઉપર પણ લાઠીચાર્જ કરીને રાજસ્થાનની કોંગ્રેસ સરકાર ધ્વારા ગંભીર રૂપથી ઘાયલ કરવામાં આવેલ. ત્યારે પ્રદેશ ભાજપ અનુ.જાતી મોરચાની યોજના મુજબ વાલ્મીકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મીકીની હત્યાના બનાવના વિરોધમાં ગુજરાત રાજયના તમામ મહાનગર જિલ્લા અનુ. જાતિ મોરચા ધ્વારા જિલ્લા મથકે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ નિર્ધારીત કરવામાં આવેલ હોય, આ અંતર્ગત પ્રદેશ ભાજપ અનુ. મોરચાના ઉપપ્રમુખ રાજુભાઈ અઘેરા, રાજકોટ શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણસીયાની આગેવાનીમાં કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર એનાયત કરવામાં આવેલ. આ તકે જયબને ચાવડા, ભારતીબેન મકવાણા, અનીલ મકવાણા, જીજ્ઞેશ રત્નોતર, નીતીન બારોટ, મુકેશ પરમાર, ઈશ્વરભાઈ જીતીયા, શોભીત પરમાર, રવીન્દ્ર ગોહેલ, અનીલ માળી, દીનેશ સોલંકી, દીનેશ બારોટ, જયસુખ બારોટ, અજય વાધેલા, પ્રવીણભાઈ ચાવડા, બકુલભાઈ મકવાણા, વિજય પરમાર, અનીલ વાડોદરા, યૌવન મેવાડા, જેન્તીભાઈ ધાંધલ, રમેશ જેઠવા, ભરતભાઈ મેવાડા, બાવનભાઈ ચુડાસમા, સંજય બગડા, ભરત બગડા સહીતના ઉપસ્થિત રહયા હતા.



