કુલ 8124 દારૂની બોટલ, કાર, વાન સહિત 20.66નો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કુચીયાદળના વીડી વિસ્તારમાં એલસીબી ઝોન-1એ દરોડો પાડતા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જન્માષ્ટમીના પર્વ દરમિયાન મોટા પ્રમાણમા શહેર વિસ્તારમાં ગેરકાયદે દેશી તથા વિદેશી દારૂનું વેચાણ થતુ હોય જે અનુસંધાને આ પ્રકારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના અનુસાર પીએસઆઈ બી.વી.બોરીસાગર તથા એલ.સી.બી.ઝોન-1ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.હેડ.કોન્સ વિજેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ જીતુભા ઝાલા, રવીરાજભાઇ પટગીરની બાતમી આધારે એરપોર્ટ પો.સ્ટે વિસ્તારના કુચીયાદળ ગામ જ્યા રસ્તે વીડી વિસ્તારમાંથી ભારતીય બનાવટનો 1066800ની કિંમતનો 8124 બોટલ દારૂનો મોટો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે એલસીબી પોલીસે એક 5 લાખની કાર અને એક 5 લાખની પીકઅપ વાન સહિત કુલ 2066800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.