વિદેશી દારૂની 1163 બોટલ કિંમત 13.36 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે પીપળી ગામ તરફ જતા કેનાલ નજીક ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમના પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, દશરથભાઈ રબારી, પ્રતાપસિંહ રાઠોડ અને સંજયભાઈ પાઠક સહિતના સ્ટાફ દ્વારા દરોડો કરી બંધ ઓરડીમાંથી જુદાજુદા બ્રાન્ડને વિદેશી દારૂની બોટલ 1163 નંગ કિંમત 13,36,900 રૂપિયાની જપ્ત કરી હાજર નહિ મળી આવેલ આરીફખાન નશીબખાન મલેક વિરુધ બજાણા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.