ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી તથા પેરોલ ફલો ટીમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે બજાણા હાઈવે પર પીપળી ગામ નજીક આવેલી હોટેલની પાછળના ભાગે વિદેશી દારૂનું કટીંગ ચાલતું હોવા અંગેની બાતમીને આધારે એલ.સી.બી સ્ટાફે દરોડો કર્યો હતો જે દરોડા દરમિયાન આર જે 09 જી બી 7107 નંબર વાળો ટ્રક કિંમત 15 લાખ રૂપિયા, વિદેશી દારૂની નાની મોટી બોટલ 2720 નંગ કિંમત તથા બિયર 1440 નંગ કિંમત 7,91,700/- રૂપિયા, જીજે 13 એ એક્ષ 1950 નંબર વાળી બોલેરો પિકઅપ કિંમત 5 લાખ રૂપિયા, બે મોબાઇલ ફોન કિંમત 15 હજાર રૂપિયા, રોકડ 10 હજાર રૂપિયા, ચાઇના કલે આશરે 42 ટન કિંમત 12,600/- રૂપિયા એમ કુલ મળી 28,29,200/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વિદેશી દારૂનું કટીંગ કરતા આરીફખાન નશીબખાન મલેક, હુકમરામ નરસિંગરામ શિયાળ, સૂરજકુમાર લક્ષ્મણકુમાર યાદવને ઝડપી પાડી પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો લઈ આપનાર ટ્રકનો ચાલક, સલીમખાન આમિરખાન મલેક, શાહરૂખ મોવર તથા વીરાભાઇ સહિતના નાશી છૂટયા હોવાનું સામે આવતા તમામ ઈસમો વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બજાણા હાઈ-વે પિપળી ગામ નજીક વિદેશી દારૂના કટિંગ સમયે LCB ત્રાટકી



