બખરલા રોડ પર બીલડી સીમ શાળા નજીક વોચ ગોઠવી: ચાલક અંધારાનો લાભ લઇ ફરાર
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.9
પોરબંદર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત એલસીબી (કઈઇ) દ્વારા બખરલા રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
- Advertisement -
એલસીબી પીઆઈ આર.કે. કાંબરીયા અને સ્ટાફે કોલીખડા તરફથી બખરલા જતાં રોડ પર બીલડી સીમ શાળા પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન, પીકઅપ ગાડી (ૠઉં-11 ઝઝ-1429) આવતા ચાલકે પોલીસને જોઈ ગાડી ઉભી રાખી અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો.
પોલીસે વાહનની તપાસ કરતાં તેમાંથી વિવિધ બ્રાન્ડની 2,256 બોટલ વિદેશી દારૂ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને પીકઅપ ગાડી સહિત કુલ રૂ. 24,81,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. નાસી છૂટેલા ચાલક વિરુદ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કઈઇ વધુ તપાસ ચલાવી રહી છે.



