પ્રેસિડેન્ટ નામના કારખાનામાં ખેતીમાં ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત દવાઓ ઝડપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તાર અજય વે બ્રીજવાળી શેરીમાં કાચા રોડથી આગળ જતાં પ્રેસિડેન્ટ ઇન કોર્પોરેશન નામના કારખાનામાં એલસીબી ઝોન-1ની ટીમે દરોડો પાડી બે પિતરાઇ બંધુને ખેતરમાં વપરાતી પ્રતિબંધીત જંતુનાશક દવાઓના જથ્થા સાથે પકડી લીધા છે. અલગ અલગ મટીરીયલ્સ એકઠા કરી કારખાનામાં જ આવી દવા બનાવી વેંચતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે 1,94,300ની દવા જપ્ત કરી એફએસએલમાં મોકલી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે.
- Advertisement -
પ્રાપ્ત માહિતી મુજબ પ્રેસિડેન્ટ નામના કારખાનામાં ખેતીમાં ઉપયોગમાં લેવાતી દવાઓ કે જે પ્રતિબંધીત છે તેનો જથ્થો હોવાની બાતમી કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા અને સત્યજીતસિંહ જાડેજાને મળતાં દરોડો પાડવામાં આવતાં કારખાનામાંથી એકે 56 પેરામાઉન્ટ નામની દવાના 500 મીલીના 10 નંગ, 250 મીલીના 20 નંગ, પોલી કિંગના 500 મીલીના 20 નંગ, ચીંગારીના 1 લિટરના 20 નંગ, 500 મીલીના 20 નંગ અને 250 મીલીના 40 નંગ મળી આવતાં કુલ રૂા. 1.94ની આવી પ્રતિબંધીત દવા કબ્જે કરી એફએસએલ અધિકારીને બોલાવી નમુના લેવડાવ્યા હતા.