ગેસ રિફિલિંગનું કૌભાંડ ચલાવતા ચાર ઝડપાયા : 127 બાટલા સાથે કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં આજીડેમ ચોકડી પાસે યુવરાજ નગરમાં ગેસ રફિલીંગનુ કૌભાંડ ચાલતુ હોવાની માહીતીને આધારે એલસીબી જોન 1ની ટીમે દરોડો પાડી 127 ગેસના બાટલા સાથે ચાર શખસોને પકડી લઈ તેની પુછતાછ કરતા તે છેલ્લા આઠેક દિવસથી મોટા બાટલા માંથી નાના બાટલા ભરી શ્રમીકોને વેચતા હોવાનુ બહાર આવતા આજીડેમ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.
- Advertisement -
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ યુવરાજનગરમાં એલસીબીના જમાદાર મનરૂપગીરી ગોસ્વામી સહીતના સ્ટાફે દરોડો પાડયો હતો જેમા કેટલાક શખસો મોટો બાટલા માંથી નાના ગેસના બાટલામાં રીફલીંગ કરતા રંગે હાથ પકડી લીધા હતા. પોલીસે ચાર શખસોની અટકાયત કરી તેની પુછતાછ કરતા તે માજોઠીનગરમાં રહેતો સલીમ અલીમહમદ પુપર,અલ્ફાજ સલીમ પુપર,પુરણ પદમસીંગ કામી અને પુરણ ગગનસીંગ લોહાર હોવાનુ જણાવતા આજીડેમ પોલીસે આરોપીઓની ઘરપકડ કરી તેની પાસેથી નાના અને મોટા મળી કુલ 127 બાટલા,મોબાઈલ સહીત કુલ રૂ.1.99 લાખની મતા કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.