20664 બોટલનું રખોપુ કરતા જામનગરના બે નામચીન શખ્સોની ધરપકડ
દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના સુત્રધારની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ કાલાવડ રોડ ઉપર આવેલ મેટોડાની સીમમાં ઉતારેલો 68.32 લાખના દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ એલસીબીએ દરોડો પાડી દારૂનું રખોપુ કરતા જામનગરના બે શખ્સોને પકડી પાડી 20664 બોટલ દારૂ કબ્જે કરી દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના સૂત્રધારની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા દારૂ-જુગારની પ્રવૃતિ ડામી દેવાની સૂચના અન્વયે રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી.ગોહીલ ટીમ સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે સ્ટાફના એએસઆઇ રવિદેવભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઇ બકોતરા અને કોન્સ્ટેબલ પ્રકાશભાઇ પરમારને બાતમી મળી હતી કે મેટોડા ગામની સીમમા એક વાડીની ઓરડીમા મોટો દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને કટિંગ કરવાની તૈયારી ચાલી રહી છે આ ચોક્કસ બાતમી આધારે ટીમે દરોડો પાડી જામનગરના જોડિયાના હનિફ એલિયાસ જેડા ઉ.26 અને જામનગરના જાકીર કાસમ સંઘાર ઉ.26ને પકડી પાડ્યાં હતાં પોલીસે વાડીની ઓરડીમાં જડતી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 20,664 બોટલ મળી આવતા પોલીસે 68,32,800નો દારૂનો જથ્થો કબ્જે કરી બંને શખ્સોની ધરપકડ કરી દારૂ, બાઈક સહિત 68.92 લાખનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી પકડાયેલ બંને શખ્સોની પૂછતાછ કરતા બંનેને દારૂની રખેવાળી કરી અલગ અલગ બુટલેગરોને કટીંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી હોવાની અને આ દારૂનો જથ્થો રાજકોટના જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ લાલુભા વાઘેલા નામના શખ્સે મંગાવ્યાની કબૂલાત આપતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી પકડાયેલ હનીફ જેડા સામે હત્યા, હત્યાનો પ્રયાસનો એક ગુનો, જાકીર સંઘાર સામે પણ હત્યાનો પ્રયાસ, ચોરી, જુગાર સહિતના 3 ગુના સલાયા પોલીસમાં નોંધાઈ ચુક્યા છે જ્યારે ફરાર જયપાલસિંહ વાઘેલા સામે પણ રાજકોટના યુનિવર્સીટી પોલીસ મથકમાં દારૂ સહિતના બે ગુના નોંધાઈ ચુક્યા હોવાનું જાણવા મળ્યું છે.



