બુટલેગરોનો નવો કીમિયો પણ ફેઇલ કરી નાખતી પોલીસ : 4.44 લાખનો મુદ્દામાલ કબજે
ભાવનગરથી એમ્બ્યુલેન્સમાં દારૂની ડિલિવરી દેવા આવેલાં શખ્સ અને રિસીવરની ધરપકડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો અનેકવિધ કિમિયાઓ કરતાં હોય છે પરંતુ કાનૂનકે હાથ બહુત લાંબે હોતે હૈ તે કહેવત મુજબ પોલીસ બુટલેગરોના દરેક મનસૂબા ઉપર પાણીઢોળ કરી દયે છે ત્યારે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ જેતપુરના ભોજાધાર વિસ્તારમાં દરોડો પાડી એમ્બ્યુલેન્સમાં દારૂ બીયરનો જથ્થો ભરીને ડિલિવરી દેવા આવેલા ભાવનગરના અજય ઉર્ફે એજે અને જેતપુરના રીસીવરને દબોચી લઈ 1.24 લાખનો દારૂ-બીયર, એમ્બ્યુલેન્સ સહિત 4.44 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, ઇન્ચાર્જ એસપી સિમરન ભારદ્વાજ દ્વારા વિદેશી દારૂના કેશો શોધી કાઢવા માટે આપેલ સુચનાથી રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી. ગોહીલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ દિવ્યેશ સુવા, નિલેશ ડાંગર, રાજુ શાંબડા, હરેશ પરમાર અને કોન્સ્ટેબલ મીરલ ચંદ્રવાડીયાને જેતપુર સીટી પોલીસ સ્ટેશનના ભોજાધાર વિસ્તારમાંથી એક દારૂ ભરેલ એંબ્યુલન્સ પસાર થવાની છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમ જેતપુરના ભોજાધાર વિસ્તારમાં વોચમાં હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ એંબ્યુલન્સ નં. જીજે-10-ડબ્લ્યુ-7002 ને અટકાવી તેમાં તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી એંબ્યુલન્સ ચાલકે એમ્બ્યુલન્સમા ચોરખાનુ બનાવી તેમાં છુપાવેલ વિદેશી દારૂ મળી આવતાં અલગ અલગ બ્રાન્ડની દારૂની 412 બોટલ અને બિયરના ટીન 210 કબ્જે કરી એમ્બ્યુલન્સ ચાલક ભાવનગરના ઘોઘા સર્કલ પાસે રહેતા અજય ઉર્ફ એ.જે. મનસુખ કંટારીયા અને જેતપુર બાપુની વાડી વિસ્તારમાં રહેતો અને દારૂની ડિલિવરી લેવા આવેલ રિસીવર સુનીલ પરસોતમ ધાંધાની ધરપકડ કરી દારૂ અને એંબ્યુલન્સ મળી કુલ રૂ.4.44 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો ભાવનગરનો અજય ઉર્ફે એ.જે. એંબ્યુલન્સ ચાલક છે અને પોતે જ તેમાં ચોરખાનું બનાવી તેમાં દારૂ ભરી જેતપુરના સુનીલને સપ્લાય કરવાં આવ્યો હતો.