12.47 લાખના દારૂ સાથે ત્રિપુટીની ધરપકડ: 31 લાખનો મુદ્દામાલ કબજે
દારૂ મંગાવનાર, મોકલનાર, મજૂર સહિત નવ શખ્સોની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
થર્ટી ફર્સ્ટ પૂર્વે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે બુટલેગરો દ્વારા મસમોટા દારૂના જથ્થા મંગાવવામાં આવી રહ્યા છે ત્યારે કોટડાસાંગાણીના માણેકવાડાની નવી ખોખરીની સીમમાં બાતમી આધારે ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી 12.47 લાખના દારૂ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી 31 લાખનો મુદામાલ કબજે કરી દારૂ મંગાવનાર, મોકલનાર અને દારૂ ઉતારનાર મજૂર સહિત નવ શખ્સોની શોહખોલ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા નવનિયુક્ત એસપી હિમકરસિંહની સૂચના અન્વયે એલસીબી પીઆઇ વી વી ઓડેદરા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન સ્ટાફના અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિહ જાડેજા, વાઘાભાઇ આલ, મહિપાલસિહ ચૂદાસમને મળેલી બાતમી આધારે કોટડાસાંગાણીના માણેકવાડાની નવી ખોખરીની સીમમાં દરોડો પાડ્યો હતો પોલીસે દરોડો પાડતા જ દારૂ કટિંગ કરતાં શખસોમાં નાસભાગ મચી ગઈ હતી પોલીસે માણેકવાડાના વિજયસિહ ઉર્ફે રવિરાજસિહ ચંદુભા જાડેજા, ભાવનગરના વલ્લભીપુરના હરદીપસિહ બહાદુરસિહ ગોહિલ અને રાજસ્થાનના સત્યેન્દ્રસિહ ગમેરસિહ સેકતાવતને દબોચી લઈ અંહી ચેકિંગ કરતાં 12,47,040 રૂપિયાની કિમતની દારૂની 1512 બોટલ મળી આવતા દારૂ, પાંચ કાર, ત્રણ મોબાઈલ અને પંદર હજારની રોકડ સહિત 31,08,090 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો ત્રિપુટીની પૂછતાછમાં દારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધાર તરીકે માણેકવાડાના અજયસિહ ઉર્ફે ઘનુભા ચંદુભા જાડેજા, દારૂ લેવા આવનાર હરમડિયાના જયપાલસિહ દીગુભા જાડેજા, દારૂનો જથ્થો મોકલનાર મૂળ રાજસ્થાનના હાલ અમદાવાદ રહેતા કરણસિહ રાઠોડ, દારૂ હેરફેર કરનાર માણેકવાડાના નવઘણ વેરશી ભરવાડ, સૂખા નાગજી ભરવાડ, રાજસ્થાનના કેશરીસિહ દેવસિહ રાઠોડ અને માલ ઉતારનાર ત્રણ અજાણ્યા મજૂર હોવાની કબૂલાત આપતા પોલીસે તમામ સામે ગુનો નોંધી નાસી છૂટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે દારૂનો મોટો જથ્થો જિલ્લામાં કટિંગ થાય તે પૂર્વે પોલીસે દરોડો પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.