ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.27
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક નિલેષ જાજડિયા તથા પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા ખાસ સૂચના આપેલ હોય જે અન્વયે LCB પી.આઈ આર.કે.કાંબરિયા તથા LCB સ્ટાફના માણસો હોળી ધુળેટી સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ એલ ઓડેદરા તથા પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ પરમારને મળેલ ચોક્કસ બાતમીના આધારે ગોસાબારા ગામે જીવા રાજશીભાઈ ઓડેદરાની વાડી પાછળની દીવાલે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકતના આધારે સદર જગ્યાએ LCB ટીમે રેઇડ કરતા આરોપીઓને રોકડ રૂ.52,380/- ના મુદ્દામાલ સાથે રમતા પકડી પાડી અને આરોપીઓ વિરુદ્ધ હાર્બર મરીન પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
પકડાયેલા ઈસમોના નામ
જીવા રાજશીભાઇ ઓડેદરા ઉ.વ.40
નાગાજણ રાજશીભાઇ ઓડેદરા ઉ.વ.33
લખુ નાગાભાઇ ઓડેદરા ઉ.વ.29
ભરત રાણાભાઇ ઓડેદરા ઉ.વ.25
નાગા ગીગાભાઇ ઓડેદરા ઉ.વ.50
સરમણ ભીખાભાઇ ઓડેદરા ઉ.વ.41
પોપટ કરશનભાઇ ઓડેદરા ઉ.વ.36
બાલુ લીલાભાઇ ગોરાણીયા ઉ.વ.41
દેવા કચરાભાઇ આગઠ ઉ.વ.42