ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.4
ગત તા.03 ના રોજ અરજદાર ડાકી અજયકુમાર વેજાભાઇ રહે. ઘુંસીયા તા.તાલાલા વાળા પોતાની પત્ની સાથે બાઇક પર સવારના સમયે વેરાવળ જતા હતા તે દરમ્યાન તેઓની પત્ની પાસે રહેલ થેલામાંથી સોનાની બે જોડી બુટી તથા હાર જેની કુલ આશરે કી.રૂ. 3 લાખ થેલામાં જોવા મળેલ નહી જેથી કયાંક પડી જવાની શંકા લાગેલ જેથી ઘુસીયાથી વેરાવળ આવતા તમામ રસ્તા પર શોધખોળ કરવામાં આવેલ પરંતુ સાંજ સુધી આ ઉપરોકત સોનાની બુટી તથા હાર મળેલ નહી જેથી પ્ર.પાટણ પો.સ્ટે. ઉપરોકત દાગીના ખોવાયા બાબતે અરજી કરેલ હતી.
ત્યાર બાદ ઉપરોકત દંપતિએ એલ.સી.બી.ના એ.એસ.આઇ. લાલજીભાઇને ઉપરોકત પોતાના આ દાગીના ખોવાયા બાબતે જાણ કરતા એ.એસ.આઇ. લાલજીભાઇએ એલ.સી.બી.ના ઈ.ચા. પો.ઇન્સ. એ.બી.જાડેજા સાહેબને આ વાતની જાણ કરતા ઇ.ચા.પો.ઇન્સ.એ.બી.જાડેજા સા.એ એલ.સી.બી.ના તમામ ટીમને સી.સી.ટી.વી તથા અન્ય હયુમન સોર્સીસના માધ્યમથી આ દાગીના શોધખોળ કરવા જણાવેલ હતું. ત્યારબાદ સાંજના સમયે એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. નટુભા બસીયાને કનુભાઇ પટગીર તથા તખુભાઇ પટગીર રહે.વેરાવળ જાગનાથ સોસાયટી વાળાનો કોલ આવેલ અને કહેલ કે એક દાગીના ભરેલ પર્સ પોતાના ભાઇ ભરતભાઇ ગોલણભાઇ પટગીર રહે.વેરાવળ જાગનાથ સોસાયટી વાળાને નમસ્તે હોટલ, નાયરા પંપ પાસેથી મળેલ અને પોતે રાજકોટ કામે જવાની ઉતાવળમાં હોય અને આ દાગીનાનું પર્સ અમે બંને ભાઇઓ કનુભાઇ તથા તખુભાઇ પટગીરને સોપી રાજકોટ જવા નિકળી ગયેલ હતા અને કહેલ કે આ દાગીના પોલીસ સુધી પહોચાડવા જેથી આ બંને ભાઇઓએ એલ.સી.બી.ના પો.ઇન્સ.એ.બી.જાડેજા સાહેબનો સંપર્ક કરતા પો.ઇન્સ. એ.બી.જાડેજા સા.એ આ દાગીના મુળ માલીક સુધી પહોંચાડી એક માનવતાવાદી વલણ દાખવેલ છે.