વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે વડાપ્રધાન મોદીના હસ્તે આજે કેવડીયા ખાતે ‘મિશન લાઈફ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું.
વડાપ્રધાન મોદી બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે ગઇકાલે વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના ડિફેન્સ એક્સપો કાર્યક્રમમાં હાજરી આપી હતી. તદુપરાંત રાજકોટ અને જૂનાગઢમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ કેવડીયા ખાતે મિશન લાઈફનું લોન્ચિંગ કર્યું છે. આ સિવાય વડાપ્રધાન મોદી કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં પણ ભાગ લેશે. જ્યારે તાપીના વ્યારામાં પણ વડાપ્રધાન મોદી વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ કરશે.
- Advertisement -
Gujarat | PM Modi and UN Secretary-General Antonio Guterres launch 'Mission LiFE' at Statue of Unity in Ekta Nagar. EAM S Jaishankar & CM Bhupendra Patel also present at the event pic.twitter.com/J0A9lVBpAA
— ANI (@ANI) October 20, 2022
- Advertisement -
હવે લોકો આબોહવા પરિવર્તનની અસરો અનુભવી રહ્યાં છે: વડાપ્રધાન
કેવડિયામાં વડાપ્રધાન મોદીના હસ્તે મિશન લાઇફના લોકાર્પણ દરમ્યાન કેવડિયામાં વડાપ્રધાન મોદીના હસ્તે મિશન લાઇફનું લોકાર્પણ સંબોધન કરતા કહ્યું કે, ‘એક ધારણા બનાવવામાં આવી હતી કે આબોહવા પરિવર્તન એ માત્ર નીતિ-સંબંધિત મુદ્દો છે અને તે અંગે સરકારો અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પગલાં લેશે. પરંતુ હવે લોકો આબોહવા પરિવર્તનની અસરો અનુભવી રહ્યાં છે.’
Gujarat | A perception was created that climate change is merely a policy-related issue & that either govts or international institutions will take steps regarding it. But now, people are feeling the effects of climate change: PM Modi at the launch of 'Mission LiFE' in Kevadia pic.twitter.com/lK2U9yMOn7
— ANI (@ANI) October 20, 2022
આપણી જીવનશૈલી થોડોક બદલાવ પર્યાવરણ માટે મદદગાર સાબિત થઇ શકે: વડાપ્રધાન
વધુમાં વડાપ્રધાનએ કહ્યું કે, ‘કેટલાક લોકો ACનું તાપમાન 17 ડિગ્રી સુધી ઘટાડવાનું પસંદ કરે છે, જેનાથી પર્યાવરણ પર તેની નકારાત્મક અસર પડે છે. જીમમાં જતી વખતે વખતે તમે સાયકલનો ઉપયોગ કરો. આપણી જીવનશૈલી બદલવા માટે થોડુંક કરવું એ પર્યાવરણ માટે ઘણું મદદગાર સાબિત થઇ શકે છે.’
Kevadia, Gujarat | The issue of Climate change is being witnessed everywhere, our glaciers are melting, rivers are drying up… Mission LIFE will help in fighting climate crisis: PM Modi at the global launch of 'Mission LiFE' pic.twitter.com/F2UjI8Xax4
— ANI (@ANI) October 20, 2022
‘મિશન લાઇફ’ આબોહવાના સંકટ સામે લડવામાં મદદ કરશે: વડાપ્રધાન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આબોહવા પરિવર્તનનો મુદ્દો હવે સર્વત્ર જોવા મળી રહ્યો છે, આજે આપણા ગ્લેશિયર્સ પીગળી રહ્યાં છે, નદીઓ સુકાઈ રહી છે. ત્યારે ‘મિશન લાઇફ’ આબોહવાના સંકટ સામે લડવામાં મદદ કરશે.’
જાણો શું છે મિશન LiFE ?
-PM મોદીએ ગ્લાસ્ગો ખાતે LiFEની વિભાવના રજૂ કરાઇ હતી
-વ્યક્તિ,સંસ્થાને LiFE ને એક આંતરરાષ્ટ્રીય જન આંદોલન ગણવા હાંકલ કરી
-LiFEનો હેતુ પૃથ્વી સાથે એકરૂપતા સાધે તેવી જીવનશૈલી જીવવવાનો
-જે આવી જીવનશૈલી જીવે છે તેમને “પ્રો–પ્લાનેટ પીપલ” કહેવાય છે
-મિશન LiFE ભૂતકાળ પાસેથી મેળવે છે, વર્તમાનમાં કાર્યન્વિત થાય છે અને ભવિષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે
-રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલના ખ્યાલો આપણા જીવનમાં વણાયેલા
-ચક્રિય અર્થતંત્ર આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો આંતરિક ભાગ છે.
Gujarat | PM Modi along with UN Secretary-General Antonio Guterres arrive for the Global launch of 'Mission Life' at Statue of Unity in Ekta Nagar. EAM S Jaishankar & CM Bhupendra Patel also present at the event pic.twitter.com/aLnmPXrkZ9
— ANI (@ANI) October 20, 2022
શું છે મિશન LiFE નો ઉદ્દેશ્ય?
-વર્ષ 2022-23થી 2027-28ના સમયગાળામાં પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટેનું છે
-વ્યક્તિગત અને સામૂહિક પગલાં લેવા એક અબજ ભારતીયો એકત્રિત કરવાનું છે
-અન્ય વૈશ્વિક નાગરિકોને એકત્રિત કરવાનો પણ ઉદ્દેશ્ય
-દેશમાં વર્ષ-2028સુધીમાં ગામડાઓ,શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા 80% પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય
-એક અબજ લોકો રોજિંદા જીવનને પર્યાવરણ અનુરૂપ વર્તન અપનાવે તો કાર્બન ઉત્સર્જનમાં 20 ટકાનો ઘટાડો આવે
પર્યાવરણના સંરક્ષણ-સંવર્ધન માટે ભારતની સિદ્ધિઓ
-વન ક્ષેત્ર અને વન્યજીવોમાં વધારો
-સ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતામાં વધારો
-ઇથેનોલ સંમિશ્રણ લક્ષ્ય
-પુન:પ્રાપ્ય ઉર્જાનો લક્ષ્યાંક