દિવાળીના તહેવારો માટે વધારાની 4,200 એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરાયું
રાજ્ય સરકારે વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (ૠજછઝઈ) દ્વારા 201 નવી બસોના લોકાર્પણ તથા દિવાળીના તહેવારોમાં એક્સ્ટ્રા બસોની શરૂઆત આજે ગાંધીનગરથી કરવામાં આવી છે. એલ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવીન 201 એસ.ટી. બસને લીલીઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી બસોમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મીડી બસોનો સમાવેશ થાય છે. કૃષ્ણનગર, અમરેલી, ધારી, કોડિનાર, ભાવનગર, મહુવા, જુનાગઢ, પોરબંદર, ભૂજ, પાલનપુર, પાટણ, થરાદ, ઉદયપુર, શિરડી, દ્વારકા, સોમનાથ, અંબાજી, સુરત, વાપી, દાહોદ, ગોધરા અને ઝાલોદ રૂટ પર દિવાળી વધારાની 1600 બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે વાહન-વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે. ગાંધીનગરમાં યોજાયેલા બસોના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી અને વાહન-વ્યવહાર રાજ્ય મંત્રીએ બસનું વિધિવત રીતે લોકાર્પણ કરીને બસના ડ્રાઇવર-કંડક્ટરોનું અભિવાદન કર્યું હતું.



