સુકોભઠ્ઠ દેવકો પાંચાળ પ્રદેશ લીલોછમ્મ થશે: ત્રણ સરોવરનું ખાતમુહૂર્ત કરાયું
ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા 100 પ્રકારના 1 લાખ દેશીકુળના વૃક્ષોનો ઉછેર થશે
- Advertisement -
સુરેન્દ્રનગરના ચોટીલાથી દક્ષિણનો દેવકો પંચાળ જળસંકટ, બેરોજગારી, ગરીબી, અંધશ્રદ્ધાથી ઘેરાયેલો પ્રદેશ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલાથી દક્ષિણનો દેવકો પંચાળ પ્રદેશ આઝાદીના 75 વર્ષ પછી પણ વિકાસથી વંચિત, જળસંકટ, બેરોજગારી, ગરીબી, અંધશ્રદ્ધાથી ઘેરાયેલો પ્રદેશ છે. આ પ્રદેશના ગુંદા, આણંદપુર, ભોજપરી, લઝર, આંકડિયા ગામમાં જળક્રાંતિ ટ્રસ્ટના મનસુખભાઈ સુવાગીયા દ્વારા વિશાળ અને સદીઓ સુધી ટકાઉ 51 તળાવ નિર્માણની યોજના હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત ગીર ગાય, કાઠિયાવાડી અશ્ર્વ, જાફરાબાદી ભેંસ, પાંચાળી બકરીનું શ્રેષ્ઠત્તમ સંવર્ધન, 10 હજાર દેશી આંબા, લીંબુ, સીતાફળ, રાવણાથી બાગાયત કૃષિ, દેશી કૃષિ બીજ, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, 100 પ્રકારના 1 લાખ દેશીકૂળના વૃક્ષોના ઉછેર સાથે વ્યસનઅંધશ્રદ્ધા-કુરિવાજો મુક્તિથી આ પ્રદેશને જળ-જમીન-જંગલ-જીવસૃષ્ટિ-જનસમાજનું જતન-વિકાસથી દિવ્યગ્રામ યોજના સાકાર કરો.
દેવકો પંચાળમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા 51 તળાવ સાથે દિવ્યગ્રામ યોજના પ્રારંભ પોતાના પૌત્ર આર્યમનના જન્મદિન નિમિતે વિશાળ તળાવ રાષ્ટ્રને અર્પણ. મનસુખભાઇ સુવાગીયાએ ઇ.સ. 1996માં રાષ્ટ્રને સંપૂર્ણ જીવન સમર્પણ કર્યું તેનું 25મું સિલ્વર જ્યુબીલી વર્ષ ચાલી રહ્યું છે. પોતાના આચરણથી લોકોને પ્રેરણા આપવા 100થી વધુ ગામોમાં 500થી વધુ દિવસ, 1પ0 રાત્રી કઠોર શ્રમદાન કર્યુ. 100 ગામોમાં લોકફાળો આપ્યો. પોતાની ફ્લોટેક કંપનીને રાષ્ટ્રસેવાનું કેન્દ્ર બનાવીને તન-મન-ધનની ઘસાઈને એક દિવસના વિરામ વગર નિત્ય 14 થી 20કલાક રાષ્ટ્રસેવા તપ કર્યું. પોતાના પૌત્રના જન્મ દિવસને પશ્ર્ચિમિ ઢબે કેકમીણબત્તી અંગ્રેજી ગીતવેશભૂષાથી ન ઉજવતા પોતાના પરિવાર તરફથી 30 ફૂટ ઊંચુ તળાવ પંચાળ ભૂમિને અર્પણ કરેલી છે. જળક્રાંતિ ટ્રસ્ટે રાષ્ટ્રને આપેલી છે. જળક્રાંતિથી ગામડાની આવકમાં વાર્ષિક 3 થી 25 કરોડ રૂા.તથા ઘાસચારો- રોજગારીમાં બે-ત્રણ ગણી વૃદ્ધિ થઇ છે. ગીર-કાંકરેજ ગાયની સંખ્યા 25 હજારથી વધીને 5 લાખ થઈ છે.
- Advertisement -
1 થી 5 હજારમાં મળતી ગીર-કાંકરેજ ગાયનું મૂલ્ય 1 થી 11 લાખ રૂા. અને દૂધ-ધીનું મૂલ્ય સોના સમાન થયું છે. ઇ.સ. 2004માં પ્રારંભ કરેલ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનો સમગ્ર દેશમાં વિસ્તાર થયો છે. લુપ્ત થતા દેશી આંબા-દેશી કૃષિબીજને જીવતદાન મળ્યું છે. ને આદિવાસી ગામ ભેખડિયા-જામલી ભારતના પ્રથમ શાકાહારી, અહિંસક, વ્યસનમુક્ત, દિવ્યગ્રામ અને સનાતન સંસ્કૃતિના આદર્શ ગામો બન્યા છે. જળકાંતિ ટ્રસ્ટે, તન-મન-ધનથી સહયોગ આપીને જામકા, ભેખડિયા, પ્રાંસલા, વડેખણ, રામપરા, રાજપરા, લુણિધાર જેવા અનેક ગામોને વિશ્ર્વ દર્શનિય બનાવ્યા છે. અનંતકાળથી વંચિત આદિવાસી સમાજ દેવપ્રજા તરીકે પ્રકાશિત થઈ છે. શ્રમદાન અને સૌથી અલ્પ ખર્ચમાં ટકાઉ 3000 ચેકડેમ-તળાવ બાંધનાર જળક્રાંતિ ટ્રસ્ટ વિશ્ર્વની પ્રથમ સંસ્થા છે.