જનકલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જૂનાગઢ શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના શુભારંભ પ્રસંગે કેન્દ્ર-રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવીએ. અને બાકી રહેલ અન્ય લાભાર્થીઓને લાભ અપાવવામાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો. આ સાથે યાત્રાધામ અને પ્રવાસન ભૂમિ જૂનાગઢની સ્વચ્છતા જાળવવામાં પણ વિશેષ સહભાગી બનવા અપીલ કરી હતી.
મહાનુભાવની ઉપસ્થિતિમાં મહાનગર સેવા સદન ખાતેથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ દોલતપરા ખાતેના અવસર પાર્ટી પ્લોટ ખાતે પહોંચતા, કુમકુમ તિલક સાથે પદાધિકારીઓ, અધિકારીઓએ સહિતનાઓએ આવકાર આપ્યો હતો.મંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી જે 17 યોજનાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેનો લાભ મેળવવા અનુરોધ કરતા મહાનગરપાલિકા દ્વારા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓને બિરદાવી હતી.