વાસ્તુશાસ્ત્રમાં લાફિંગ બુદ્ધાને ખૂબ જ ખાસ ગણવામાં આવે છે. લાફિંગ બુદ્ધા અયોગ્ય દિશામાં રાખવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે.
વાસ્તુશાસ્ત્રમાં લાફિંગ બુદ્ધાને ખૂબ જ ખાસ ગણવામાં આવે છે, જે ઘરમાં રાખવામાં આવે તો ધનવર્ષા થાય છે. ઘરમાં લાફિંગ બુદ્ધા વાસ્તુશાસ્ત્ર અનુસાર રાખવા ખૂબ જ જરૂરી છે. લાફિંગ બુદ્ધા અયોગ્ય દિશામાં રાખવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે. લાફિંગ બુદ્ધા ઘરના મુખ્ય દ્વારની સામે ઓછામાં ઓછી 30 ઈંચની ઉંચાઈએ રાખવા જોઈએ.
- Advertisement -
ઘરમાં જે પણ આવે તેમની નજર લાફિંગ બુદ્ધા પર પડે તે પ્રકારે મુકવો જોઈએ. લાફિંગ બુદ્ધા 30 ઈંચ કરતા ઉપર અને 32.5 ઈંચ કરતા નીચો હોવો જોઈએ. લાફિંગ બુદ્ધા પૂર્વ અથવા ઉગતા સૂરજની દિશામાં રાખી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ જગ્યાને પરિવારના સૌભાગ્યનું સ્થાન પણ કહેવામાં આવે છે. બાળકોના સ્ટડી ટેબલ પર પણ રાખી શકાય છે, જેથી બાળકોની એકાગ્રતા વધશે.
કેવી હોવી જોઈએ મૂર્તિ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં રાખેલ લાફિંગ બુદ્ધાનું નાક ઘરના માલિકના હાથની એક આંગળીની બરાબર હોવુ જોઈએ. લાફિંગ બુદ્ધાની મૂર્તિની મેક્સિમમ હાઈટ ઘરના માલિકના હાથની લગભગ બરાબર હોવી જોઈએ. ઘરમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખવાથી કંગાળી આવતી નથી.
- Advertisement -
લાફિંગ બુદ્ધા કઈ જગ્યાએ ના રાખશો?
વાસ્તુશાસ્ત્ર અનુસાર કિચન, ડાઈનિંગ એરિયા, બેડરૂમની અંદર અથવા ટોયલેટ-બાથરૂમની આજુબાજુ ક્યારેય લાફિંગ બુદ્ધાની મૂર્તિ ના રાખવી જોઈએ. આ મૂર્તિને ક્યારેય સીધી જમીન પર રાખવાની ભૂલ ના કરવી જોઈએ, માત્ર ટેબલ પર મુકવી જોઈએ.