નવ વરસની ઉંમરે સ્ટેજ પર પરફોર્મન્સ આપનારા લતા મંગેશકરે સિનેમા માટે પ્રથમ ગીત ગાયું ત્યારે માત્ર તેર વરસના હતા
શરૂઆતમાં તેઓ પિતા દીનાનાથ મંગેશકરની હાથી દાંતની માળા પોતાના તમામ રેકોર્ડિંગમાં સાથે રાખતાં. લતાજીને લાગતું કે માળા સાથે હોય છે ત્યારે કામ સારું થાય છે
વિશેષ
– નરેશ શાહ
– નરેશ શાહ
મને કાયમ એવું લાગ્યું છે કે આત્મકથા લખવા માટે ઈમાનદારીનું હોવું અનિવાર્ય છે. તમારે ઈમાનદાર બનવું પડે અને એ રીતે ઈમાનદારીથી તમે લખો તો મોટાભાગનાને એનું ખરાબ લાગશે. તમારા જીવનમાં આવેલી તમામ વ્યક્તિની ગલત બાતેં પણ દુનિયાની સામે આવી જશે, જેના કારણે એ લોકોને નીચાજોણું થાય… તેથી જ મને લાગે છે કે જીવનમાં જે કડવા ઘૂંટ પીધાં છે તેને આપણી ભીતર જ રાખવા જોઈએ. એ વાતોથી અન્ય લોકોને શું નિસ્બત હોય શકે ? વ્યક્તિગત સ્તર પર વાત કરીને, અન્યોને તેમના સ્થાન પર કષ્ટ પહોંચાડવું, એ સારી વાત નથી. આત્મકથાનો વિચાર પણ અન્યોને કષ્ટ કે દુ:ખ આપવામાંથી (આડક્તરી રીતે) જન્મે છે તેથી જ મને લાગે છે કે આત્મકથા ન લખવી, એ જ બહેતર વિચાર છે.
વહેલી સવારના વાતાવરણને સૌથી વધુ પસંદ કરનારાં લતા મંગેશકરે આત્મકથા વિષે આવા ઈમાનદાર વિચારો યતીન મિશ્ર સમક્ષ ઉચ્ચાર્યા હતા. હવે તેઓ નથી ત્યારે સ્વાભાવિક છે કે અઢળક શ્રધ્ધાજંલિઓ અપાશે. સચ્ચાઈ એ છે કે લતાદીદીની હયાતિમાં જ તેમના વિષે પુષ્કળ લખાયું છે પણ રાજુ ભારતન, હરિશ ભિમાણી, યતીન મિશ્ર સહીતના લેખકોએ લખેલા લતા મંગેશકર બારાના પુસ્તકોમાંની અમુક વાતો આપણાં ધ્યાને જ ચઢી નથી. દાખલા તરીકે, હેમા હર્દીકર. લતાદીદીનું આવું નામ ગળે ઉતરે છે? લતા મંગેશકરની સાચી અટક હર્દીકર છે પણ તેમના કલાકાર પિતા અને કલાસિકલ સિંગર દીનાનાથજીએ હર્દીકરની બદલે પોતાના નામમાં મંગેશકર લગાવવાનું શરૂ ર્ક્યું એટલે હર્દીકર અટક આપણને આંચકો આપે છે. મંગેશકર અટક પણ દીનાનાથજીએ પોતાના વતન મંગેશી (ગોવા નજીકનું ગામ)ના સાંભરણ પેટે પસંદ ર્ક્યું હતું. દીનાનાથ મંગેશકર મરાઠી હતા એ સાચું, પણ લતાદીદી મહારાષ્ટ્રમાં નહીં, પણ મધ્યપ્રદેશના ઈન્દોરમાં જન્મ્યાં છે અને શરૂઆતમાં દીનાનાથજી અને માતા શેવંતી (શુભમતિ) એ તેમનું નામ હેમા પાડયું હતું પણ પછી તેમનું નામ લતા રાખવામાં આવ્યું. આ નામ પણ દીનાનાથજીના એક નાટક ભાવબંધનની મુખ્ય અભિનેત્રીના પાત્ર (લતિકા) પરથી તેમણે પસંદ ર્ક્યું હતું.
- Advertisement -
નવ વરસની ઉંમરે સ્ટેજ પર પરફોર્મન્સ આપનારા લતા મંગેશકરે સિનેમા માટે પ્રથમ ગીત ગાયું ત્યારે માત્ર તેર વરસના હતા. પચાસના દશકાના અંતમાં ગાયિકા તરીકે જાણીતા થયા એ પહેલાં તેમણે (અને આશાદીદીએ પણ) 194પમાં માસ્ટર વિનાયકની ફિલ્મમાં નાનકડું કિરદાર ભજવ્યું હતું અને એ પછી 1949માં આયેગા આનેવાલા, આયેગા… ગીત આપે છે.
લતાજીને હાઈપીચવાળા ગીત ગાવામાં તકલીફ પડતી હતી અને આવા ગીત સૌથી વધુ શંકર-જયકિશન બનાવતાં હતા. જેમાં સૌથી વધુ પડકારનો સામનો કરવો પડયો હોય એવું લતાજીનું ક્યું ગીત હોઈ શકે ? આવો સહજ સવાલ આપણને ય થાય. જંગલી ફિલ્મનું એક ગીત રફીજીએ ગાયેલું : અહેસાન તેરા હોગા મુઝ પર. શમ્મીકપુર પર એ પિકચરાઝ થયું પણ ત્યારે જ બધાને લાગ્યું કે આ ગીત હિરોઈન પર પણ હોવું જોઈએ. આ પાછળથી આવેલો વિચાર હતો અને સમય ઓછો હતો. રફીના અવાજનું ગીત વગાડીને સાયરાબાનુની મૂવમેન્ટ સાથે ગીત શૂટ કરી નાખવામાં આવ્યું. એ પછી (શંકર) જયકિશને લતાજીને કહ્યું કે, હવે તમે સાયરાબાનોની લીપ મૂવમેન્ટ પરદાં પર જોઈને અહેસાન તેરા હોગા મુજ પર રેકોર્ડીંગ કરી આપો. લતાજી કહે છે કે, આ મને બહુ અટપટું લાગ્યું. રફીજીએ હાઈ લેવલ પર ગાયેલું. સાયરાજીએ એ રીતે જ તેના હોંઠ ફફડાવેલાં. હવે મારે એ જ લીપ મૂવમેન્ટ જોઈને એ ગીત ગાવાનું હતું. ફિર વહી હૂઆ કી મુઝે ઈસ ગાને કો બહુત ચિલ્લાકર ગાના પડાં ઔર વહ મૈંને ગાયા ભી
- Advertisement -
અનહદ કામયાબ તેમજ સાઈઠ વરસ લાંબી સૂરયાત્રા દરમિયાન લતાદીદી સાથેની અનેક કોન્ટ્રોવર્સી પણ ચર્ચાઈ હતી. શંકર – જયકિશનની જોડીના શંકર ગાયિકા શારદાનો આગ્રહ રાખતાં તો સચિન દેવ બર્મન અને જયદેવજી પણ લતાજી સામે રિસાયાં હતા. સી. રામચં લતાજીથી એટલે ખફા રહેતાં કે તેમને લાગતું કે લતા, શંકર-જયકિશન (એસ. જે. તરીકે ઓળખાતી આ બેલડી માટે લતાજી કહેતાં : સિલ્વર જ્યૂબિલી ) અને નૌશાદને વધુ મહત્વ આપી રહી છે… કોઈની ઈમેજને ઘસરકો ન થાય તેમ લતાજીએ આપેલો ઉતર વાંચો : એક માત્ર મદનમોહનજી એવા સંગીતકાર હતા, જેમણે ક્યારેય મારો સાથ ન છોડયો. પ્રથમ ગીતથી કારકિર્દીના અંત સુધી એ સંબંધ અકબંધ રહ્યો… હા, હું પણ માણસ છું, હું પણ પરેશાન થતી હોઉં છું… પણ મને લાગે છે કે જીવનમાં એવી કેટલીય વાતો બને છે, જેના પર તમારો કાબુ નથી રહેતો… હું માત્ર એટલું કહીશ કે (ઝઘડા, ગલતફ મીના નિવારણ) પછી મેં બર્મનદાદા અને જયદેવજી માટે પણ પુષ્કળ ગાયન ર્ક્યું છે
લતા મંગેશકરની સાચી અટક હર્દીકર છે, લતાદીદી મહારાષ્ટ્રમાં નહીં, પણ મધ્યપ્રદેશના ઈન્દોરમાં જન્મ્યાં છે અને શરૂઆતમાં દીનાનાથજી અને માતા શેવંતી (શુભમતિ) એ તેમનું નામ હેમા પાડયું હતું પણ પછી તેમનું નામ લતા રાખવામાં આવ્યું. આ નામ પણ દીનાનાથજીના એક નાટક ભાવબંધનની મુખ્ય અભિનેત્રીના પાત્ર (લતિકા) પરથી તેમણે પસંદ ર્ક્યું હતું
– અને સુમન કલ્યાણપુર માટે લતાજી કહી ચૂક્યાં છે કે : ઘણાખરાંને એવું લાગતું હતું કે એ (સુમન કલ્યાણપુર) મારી જેમ જ ગીતો ગાવાનો પ્રયાસ કરતી હતી, પણ એ મને ક્યારેય ખતરા સમાન નથી લાગી… હા, તેના કેટલાંય ગીતોમાં એવું જ લાગતું કે જાણે લતા જ ગાઈ રહી છે.
વહ લડકી બહોત અચ્છી થી. મતલબ કે એમાં કોઈ શંકા નથી એ સૂરીલી ગાયિકા અને ભલી સ્ત્રી હતી… જો કે તેનું સંગીત (અવાજ) એટલે દબાઈ ગયું કારણકે તેનો અવાજ મારા જેવો જ લાગતો હતો કોપી તો કોપી જ છે… હું પણ જો નૂરજહાં કે અમીરબાઈ કર્ણાટકીની જેમ ગાતી રહેત તો એ બધું ન ગાઈ શક્ત, જે મેં ખુદના (ઓરિજીનલ) અવાજમાં ગાયું
સત્યમ શિવમ સુન્દરમ્ ફિલ્મની પટકથા રાજકપૂરે લતાદીદીને ધ્યાનમાં રાખીને જ લખાવી હતી, એ પછી તેમણે આગ્રહ રાખ્યો કે લતાદીદી જ તેનું મુખ્ય પાત્ર ભજવે
વહેમ લાગે એવા નાનામોટા વળગણો લગભગ કલાકારોને થતાં હોય છે. લતાજી પણ તેમાંથી બાકાત નહોતા. શરૂઆતમાં તેઓ પિતા દીનાનાથ મંગેશકરની હાથી દાંતની માળા પોતાના તમામ રેકોર્ડિંગમાં સાથે રાખતાં. લતાજીને લાગતું કે માળા સાથે હોય છે ત્યારે કામ સારું થાય છે એ માળા તૂટી ગઈ પછી તેમણે સાથે રાખવાનું બંધ કરી દીધું પણ લતાજી સ્વીકારે છે કે, નવી ઘડિયાળ, બુંટી કે બંગડી પહેરીને ગયા પછી મને લાગે છે કે આજે ગીત બરાબર ન ગવાયું તો પછી એ વસ્તુ હું ફરીવાર પહેરતી નથી.
એક વાર લતાજી અમેરિકા શો કરવા ગયા હતા. અમેરિકામાં તેમના નવ શો હતા. પ્રથમ શોમાં તેમણે નવી સાડી પહેરી અને કાર્યક્રમ સુપરહિટ ગયો. લતાજીએ રાતોરાત સાડી ડ્રાયકલિન કરાવીને એ જ સાડી સાથે તેમણે ચાર-પાંચ કાર્યક્રમો આપ્યા એટલે આયોજકોએ કારણ પૂછયું. આ પહેરવાથી કાર્યક્રમો સરસ જાય છે એટલે લતાજી કહે છે : ઘણા લોકોને આવું થતું હોય છે અને એમાંથી હું પણ બાકાત નથી
દ્ય આપણે લતાજીના ગીતો પર ગમે એટલા ઓળઘોળ હોઈએ પણ ખુદ લતાજી ક્યારેય પોતાના ગીત વગાડીને સાંભળતા નહોતાં. કોઈની કારમાં બેઠાં હોય અને વાગતું હોય તો શક્ય હોય તો તેઓ વ્યક્તિ કરીબી હોય તો બંધ કરવાનું કહી દે છે. લતાજી કહે છે, જાહેરમાં કે ઓછી જાણીતી વ્યક્તિ સમક્ષ્ા મારું ગીત વાગતું હોય તો પણ મારું ગીત સાંભળીને હું બહુ ખુશ થતી નથી. મને તો ગીતના રેર્કોડીંગ વખતે શું થયેલું, કોણ કોણ હાજર હતું, હું કેવી થાકી ગયેલી… એ બધું યાદ આવવા માંડે છે
દ્ય ગીતોની જ વાત નીકળી છે તો લગે હાથોં એ પણ જાણી લો કે – મન ડોલે, મેરા તન ડોલે, મૈં દેખું જીસ ઔર સખી રે, સામને મેરે સાંવરિયા (અનિતા), જાદુગર સૈયાં, છોડો મોરી બૈયાં(નાગિન) ના ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા પણ લતાજીને આ ગીત બહુ જ ઓછા પસંદ છે. દો રાસ્તે ફિલ્મનું બિંદિયા ચમકેગી, ચૂડી ખનકેગી ગીત તો સુપરડુપર હીટ અને એવરગ્રીન ભલે ગણાતું હોય લતાજીને આ ગીત બિલકુલ ગમતું નથી. ઈચ્છા થાય કે કોઈ જલ્દી આ ગીત જલ્દી બંધ કરી દે, કારણકે એ સાંભળવું મને રતિભાર પસંદ નથી કહીને લતાજી આવા ગીતના લિસ્ટમાં જહોની મેરા નામનું એક ગીત ઉમેરે છે : ઓ બાબુલ પ્યારે…..
દ્ય સત્યમ શિવમ સુન્દરમ્ ફિલ્મની પટકથા રાજકપૂરે લતાદીદીને ધ્યાનમાં રાખીને જ લખાવી હતી. એ પછી તેમણે આગ્રહ રાખ્યો કે લતાદીદી જ તેનું મુખ્ય પાત્ર ભજવે કારણકે તેમનો અવાજ જ પટકથાનો મુખ્ય આત્મા હતો જો કે લતાજીએ ના પાડી ભરોસો આપ્યો કે, હું એ ફિલ્મ માટે ગીત જરૂર ગાઈશ, પણ પરદા પર હું નહીં આવું વરસો પછી રાજકપૂરે એ ફિલ્મ ઝિન્નત અમાન સાથે બનાવી પણ ત્યારે શ્રૃંગાર રસ જ વધુ ચર્ચાયો હતો.