ખાસ-ખબર સંવાદદાતા
બોલીવુડના 92 વર્ષિય ગાયક લતા મંગેશકરની તબિયત ફરી એકવાર લથડી છે. લતા મંગેશકરની સારવાર કરી રહેલા બ્રિચ કેન્ડી હોસ્પિટલના ડોક્ટર પ્રતીત સામદાનીએ લતા મંગેશકરના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપતા જણાવ્યું કે હાલમાં તેમની સ્થિતિ ગંભીર છે. તેમની આઈસીયૂમાં ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. તેમને ફરીવાર વેન્ટીલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા છે. ડોકટરની એક ટીમ 24 કલાક તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. હર્ષ ગોયનકાએ ટ્વિટ કરીને કહ્યું કે દુર્ભાગ્યથી લતા મંગેશકરની તબિયત ફરી એકવાર બગડી છે. હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરૂ છું.



