મંત્રીએ સંસદમાં છેલ્લા 5 વર્ષના આંકડા આપ્યા: વિદેશી ભારતીય સમુદાય દેશ માટે એક સંપત્તિ છે: સરકાર : લોકો સારી નોકરી અને સારી જીવનશૈલી માટે અન્ય દેશોની નાગરિકતા લે છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
- Advertisement -
ગયા વર્ષે એટલે કે 2023માં 2,16,219 ભારતીયોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો છે. કેન્દ્ર સરકારે રાજયસભામાં આ માહિતી આપી. વિદેશ રાજય મંત્રી કીર્તિ વર્ધન સિંહે છેલ્લા પાંચ વર્ષમાં (2019-23)માં કેટલા ભારતીય નાગરિકોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે તેના સંદર્ભમાં લેખિત જવાબ આપ્યો છે. તેમણે રાજયસભામાં વર્ષ 2011 થી 2018ના આંકડા પણ રજૂ કર્યા હતા.
નાગરિકત્વનો ત્યાગ કરનારા ભારતીયોના આંકડા આપતા મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે, 2023ની સરખામણીમાં 2022માં 2,25,620 લોકોએ ભારતીય નાગરિકત્વનો ત્યાગ કર્યો હતો.
વાસ્તવમાં, આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સરકારને આ સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે શું સરકારે ‘મોટી સંખ્યામાં લોકો તેમની નાગરિકતાનો ત્યાગ’ અને ‘ભારતીય નાગરિકતાની ઓછી સ્વીકૃતિ’ પાછળના કારણોની તપાસ કરી છે.
- Advertisement -
તેમણે એમ પણ પૂછ્યું કે શું મોટી સંખ્યામાં લોકોએ તેમની નાગરિકતાનો ત્યાગ કરવાથી ‘આર્થિક અને બૌદ્ધિક નુકસાન’નું કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આપ સાંસદના પ્રશ્નના જવાબમાં વિદેશ રાજય મંત્રીએ કહ્યું કે નાગરિકતા છોડવાનો કે લેવાનો નિર્ણય વ્યક્તિગત છે.
મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે સરકાર જ્ઞાન અને અર્થવ્યવસ્થાના યુગમાં વૈશ્વિક કાર્યસ્થળની સંભવિતતાને ઓળખે છે. તે ભારતીય ડાયસ્પોરા સાથેના અમારા જોડાણમાં પરિવર્તનકારી ફેરફારો પણ લાવ્યા છે. તેમણે કહ્યું કે એક સફળ, સમૃદ્ધ અને પ્રભાવશાળી NRI સમુદાય દેશની સંપત્તિ છે.
લોકો સારી નોકરી, રહેવાની સ્થિતિ અને સારી જીવનશૈલી માટે અન્ય દેશોની નાગરિકતા લે છે. લોકો તેમના દેશમાં તકોના અભાવને કારણે પણ આવું કરે છે.