ભાજપના ઉમેદવારોની પસંદગીનો આજે અંતિમ દિવસ છે. આજે ઘાટલોડિયા, નિકોલ, વટવા સિવાય 13 બેઠકોના સેન્સ લેવાશે. આજે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે બાદ હવે તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો અંતિમ દિવસ છે. આજે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. જેમાં ઘાટલોડિયા, નિકોલ, વટવા સિવાય 13 બેઠકોના સેન્સ લેવામાં આવશે.
- Advertisement -
ઘાટલોડિયામાં CM સિવાય કોઇએ નથી નોંધાવી દાવેદારી
અમદાવાદની 16 બેઠકો માટે આગામી 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. આ તમામ બેઠકો ઉપર ભાજપમાંથી 500 લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં સૌથી વધુ 62 અસારવા, બાપુનગર માટે 51એ દાવેદારી નોંધાવી છે. જ્યારે ઘાટલોડિયા માટે એક માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાવેદારી નોંધાવી છે. તો કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાયેલા 6 નેતાઓએ પણ ટિકિટની માંગ કરી છે. એલિસબ્રિજ બેઠક પર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ અને ધારાસભ્ય રાકેશ શાહે દાવેદારી કરી છે. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વટવાથી ઉમેદવારી નોંધાવી છે.
16 બેઠક માટે ભાજપમાં 499 દાવેદારો
અમદાવાદની કુલ 16 બેઠકો પર દાવેદારો વિશે વિગતવાર વાત કરીએ તો ઘાટલોડિયામાં એક માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાવેદારી નોંધાવી છે. જ્યારે વેજલપુરમાં 28, વટવામાં 12, એલિસબ્રિજમાં 27, નારણપુરામાં 12, નિકોલમાં 16, ઠક્કરનગરમાં 22, બાપુનગરમાં 51, અમરાઈવાડીમાં 22, દરિયાપુરમાં 24, જમાલપુર- ખાડિયામાં 16, મણિનગરમાં 25, દાણીલીમડામાં 14, સાબરમતીમાં 9, અસારવામાં 62, નરોડામાં 42 નેતાઓએ દાવેદારી નોંધાવી છે.
કોંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. જેમાં કોંગ્રેસે ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં છે.
- Advertisement -