દિવાળી તહેવારોમાં મનપા દ્વારા લારી-ગલ્લાવાળાને હટાવતા રોષ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં દિવાળીના તહેવારો સમયે રસ્તા પર અડચણરૂપ લારી ગલ્લા હટાવવાની કામગીરી છેલ્લા થોડા દિવસથી ચાલી રહી છે. જે બાબતે બહોળી સંખ્યામાં લારી ગલ્લાવાળા મનપાના પદાધિકારીઓના ફોટા સાથેના બેનરો લઇને મનપા કચેરીએ પહોંચ્યા હતા અને બેનરોમાં શહેરનાં વોકળા પરના મસમોટા બાંધકામો હટતા નથી ત્યારે નાના એવા ધંધાર્થીઓને હટાવવાની કામગીરી દિવાળી સમયે કરવામાં આવે છે જે યોગ્ય નથી.
તેવી વાત સાથે કમિશ્ર્નર કચેરી સામે બેસીને રામધૂન બોલાવી હતી અને આવેદનપત્ર આપીને લારી ગલ્લા વાળાનો પ્રશ્ર્ન વ્હેલી તકે ઉકેલવાની માંગ કરી હતી. જો પ્રશ્ર્ન નહીં ઉકેલાય તો નાના ધંધાર્થીઓએ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.