લેબેનાન પર ઇઝરાયલનું તાંડવ
હિઝબુલ્લાહે હુમલો કરવા તૈયાર રાખેલાં 100 રોકેટ લૉન્ચર્સ તબાહ કર્યાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ બૈરૂત, તા.21
ઇઝરાયલે ગઈરાત્રે દક્ષિણ લેબેનાનમાં ડઝનબંધ હુમલાઓ કર્યા હતા. ગાઝા યુદ્ધ શરૂ થયા બાદ લેબેનાન પર ઇઝરાયલનો આ સૌથી મોટો હુમલો હતો. કેટલાક લેબેનીઝ અધિકારીઓએ ગઢઝને જણાવ્યું હતું કે ઇઝરાયલે લેબેનાન પર 70થી વધુ હુમલા કર્યા છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસએ કહ્યું હતું કે તેમણે લેબેનાનમાં હિઝબુલ્લાહ સાથે જોડાયેલાં 100થી વધુ રોકેટ લોન્ચર્સ પર હુમલો કરી નાશ કર્યો છે. આ સિવાય 1000 રોકેટ બેરલ પણ નાશ કરાયાં છે. ઈંઉઋએ કહ્યું હતું કે આ હથિયારો ઇઝરાયલ પર હુમલો કરવા માટે તૈયાર હતાં, પણ એ પહેલાં જ એને નષ્ટ કરવામાં આવ્યાં હતાં. IDF એ પણ કહ્યું હતું કે તેમણે હિઝબુલ્લાહની ઘણી ઇમારતો અને હથિયારોના ડેપોનો નાશ કર્યો. આ પહેલાં લેબેનાનમાં મંગળવાર અને બુધવારે પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટની ઘટનાઓ બની હતી, જેમાં 37 લોકો માર્યા ગયા હતા અને 3000થી વધુ ઘાયલ થયા હતા.
લેબેનાન અને હિઝબુલ્લાહે આ હુમલાઓ માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. લેબેનાન પર હુમલો ત્યારે શરૂ થયો જ્યારે હિઝબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહ પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટ પછી પોતાનું પહેલું ભાષણ આપી રહ્યા હતા. તેમના ભાષણ પછી પણ મોડીરાત્રે ઇઝરાયલની સેનાએ લેબેનાનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર હુમલો કર્યો હતો. પોતાના ભાષણમાં નસરાલ્લાહે વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. ભાષણમાં હિઝબુલ્લાહ ચીફે કહ્યું હતું કે ઈઝરાયલે આ હુમલાઓ સાથે તમામ હદો પાર કરી દીધી છે. આ હત્યાકાંડ એ લેબેનાનના લોકો સામે ઇઝરાયલના યુદ્ધની શરૂઆત છે.