3 અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.17
- Advertisement -
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, અવારનવાર વિદેશી દારૂના મોટા જથ્થા ઝડપાય છે. તાજેતરમાં પોરબંદરના કુછડી વાડી વિસ્તારમાં દરોડો પાડી હાર્બર મરીન પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. જે દરોડામાં 630 બોક્સ દારૂ અને બિયરનો જથ્થો પકડાયો છે. હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એસ.ડી. સાળુંકે, તથા તેમની ટીમે બાતમી આધારે આ રેઈડ કરી. રેઈડ દરમિયાન ગોડાઉનમાંથી 512 બોક્સ દારૂ, 73 બોક્સ કાચના ચપટા અને 41 બોક્સ બિયર મળી આવ્યા હતા.કુલ રૂ.34 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ મામલે સિલ્વર કલરની ઇનોવા જીજે 16 બીકે 9691ના માલિક, કુછડી ગામની વાડીના માલિક અને ટ્રક જીજે 25 યુ 9633ના ચાલક સામે ગુનો દાખલ કરાયો છે. રેઈડ દરમ્યાન આરોપીઓ ભાગી છૂટ્યા હતા,
પરંતુ પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પી.આઇ સાળુંકે તથા એ.એસ.આઇ. આર.એફ. ચૌધરી, બી.ડી. વાઘેલા તથા સર્વેલન્સ સ્કોડના પો. હેડ. કોન્સ. જી.આર. ભરડા તથા પો. કોન્સ. પરબતભાઇ નારણભાઇ બંધિયા, દીનેશભાઇ વિરમભાઇ બંધિયા આ કામગીરીમાં જોડાયેલા હતા. આ ઘટનાઓ ફરીથી દારૂબંધીના કાયદાની જાગૃતતા અને તેનિ અમલવારી પર પ્રશ્નચિહ્ન ઉપસ્થિત કર્યો છે.



