મલેશિયાના સોલાંગોર રાજ્યમાં એક શિબિરના સ્થળ પર ભૂસ્ખલન થવાથી આઠ લોકોની મૃત્યુ થઇ ગઇ છે. ભૂસ્ખલન રાજધાની કુઆલાલંપુરના ઉત્તરમાં પહાડી જેટિંગ હાઇલેન્ડસની બહાર સેલાંગોર વિસ્તારમાં થયો છ. કાટમાળમાં દબાયેલા લોકોને કાઢવા માટે વહિવટી તંત્ર કામ કરી રહ્યું છે. અત્યાર સુધી 53 લોકોને બચાવી લેવાયા છે, હજુ પણ ડઝનેક લોકો દબાયેલા છે.
મલેશિયાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે, કેમ્પસાઇટની ઉપર 30 મીટરની ઉંચાઇથી ભૂસ્ખલન થવાથી લગભગ એક એકર ક્ષેત્ર વિસ્તારમાં કાટમાળ ફેલાય ગયો હતો. રાજ્યના ફાયર વિભાગ અને બચાવ વિભાગે જણાવ્યું કે, આઠ લોકોની મૃત્યુ થઇ છે, અને 53 શિબિરવાસીઓને બચાવી લેવાયા છે. કાટમાળમાં 100 લોકો દબાયેલા હોવાની આશંકા છે, જેનું બચાવ કાર્ય ચાલુ છે.
- Advertisement -
મલેશિયાના પર્યાવરણ અને પ્રાકૃતિક સંસાધન મંત્રી નિક નજમી બિન નિક અહમદે ટ્વિટ કર્યુ કે, હું પ્રાર્થના કરૂ છું કે, ગુ થયેલા લોકોની જલ્દી શોધખોળ કરવામાં આવે. બચાવ દળ સવારથી કામ કરી રહ્યું છે, જે જાતે આ સ્થળની મુલાકાત લેવાના છે.
મલેશિયાના બચાવ દળ દ્વારા ઓનલાઇન પોસ્ટ કરવામાં આવેલી ફોટોમાં હેલ્મેટ પહેરેલા કર્મચારીઓ ઉખડેલા ઝાડ અને કાટમાળથી ભરેલી જમીન પર લોકોને શોધી રહ્યા છે. હજુ સુધીમાં ભુસ્ખલ થવાનું સાચુ કારણ સામે આવ્યું નથી. આ પહેલા ક્યારેય ભારે માત્રામાં વરસાદ કે ભૂકંપ આવ્યો નથી. એક વર્ષ પહેલા દેશભરના સાત રાજ્યોમાં મૂશળધાર વરસાદના કારણે આવેલા પુરથી 21,000 લોકોને સ્થળંતરીત કરાયા હતા.