– ભારત-ચીન સીમા પર તૈનાત સેના- ITBP ના કેમ્પ ભણી ભૂ-ધસારો આગળ વધ્યો
– લોકોને બચાવવા જ પ્રાથમિકતા તપોવન-વિષ્ણુગાડ પરિયોજનાની ટનેલ પણ જોખમમાં ઠેર ઠેર માટી-પાણી: તિબેટ સાથે જોડાતો માર્ગ પણ બંધ કરાયો
- Advertisement -
ઉતરાખંડના ધાર્મિક તથા પૌરાણિક સાથે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોશીમઠ તેમજ ચીન સાથેની સરહદની દ્રષ્ટીએ પણ વ્યુહાત્મક ગણાતા આ ક્ષેત્રમાં જમીન ધસી પડવાના તથા મકાનો અને અન્ય બાંધકામો જ નહી હવે જમીન-ખેતરોમાં પણ તિરાડ દેખાવા લાગતા તથા ઠેર ઠેર પાણી વહેલુ થતા એક વિકરાળ કુદરતી આફત તોળાઈ રહ્યાનો ભય સેવાઈ રહ્યો છે.
તેને અટકાવવાનો ભાગ્યે જ કોઈ ઉપાય હોવાનું નિષ્ણાંતોએ પણ જણાવતા હવે પરત વસતા લોકોને ઝડપથી અન્યત્ર વસાવવાનું મિશન શરૂ કરાયું છે અને અનેક સ્થળો પર આવાગમન પર નિયંત્રણો મુકી દેવામાં આવ્યા છે. દિલ્હીથી પહોંચેલી ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાંતોની ટીમ પણ જે રીતે ભૂ-ઘસાય થઈ રહ્યો છે તેનાથી આશ્ચર્ય સાથે ચિંતીત જણાય છે.
- Advertisement -
જોશીમઠમાં તમામ સ્થળો પર જમીનની નીચેથી પાણી વહી રહ્યું હોય તેવા અવાજો આવી રહ્યા છે અને તે પાણી કયાંથી વહે છે તેનો કોઈ છેડો મળતો નથી તો હવે ભારત-તિબેટ સિમાથી ફકત 100 કી.મી. દૂરના જ આ ક્ષેત્રમાં સેના અને ઈન્ડોતિબેટ બટાલીયન પોલીસના કેમ્પ ભણીમાં ભૂ સ્ખલન આગળ વધી રહ્યા છે તેની ઝડપથી આ અંગે કોઈ કાર્યવાહી કરવી પડશે. નહીતર સરહદો પરના દળોને પણ હટાવવા પડે તેવો ભય છે.
ભારત-ચીન સિમા પર જોશીમઠ એ અંતિમ શહેર છે જયાં વસતિ છે અને તે સિમાંત શહેર હોવાથી ખૂબજ વ્યુહાત્મક મહત્વ ધરાવે છે. અહી ઈન્ડો તિબેટ બટાલીયન પોલીસ અને સેનાના કેમ્પ પણ આવેલા છે તથા માણા ઘાટી એ ભારત અને તિબેટને જોડે છે અને સીમા સાથે જોડતા હાઈવે પર પણ જમીન ધસવા લાગી છે તેનાથી સેનાના આવાગમન પર પણ અસર થઈ શકે છે.
1962માં ભારત-ચીન યુદ્ધ બાદથી અહી સેના તૈનાત છે અને અહીના નજીકના બાડાહોતી ક્ષેત્રમાં ચીનના સૈનિકો ઘૂસણખોરી કરે છે. 2014 બાદ અહી 10 વખત ચીને ઘૂસણખોરી કરી છે. નિષ્ણાંતોની ટીમે એનટીપીસીની તપોવન-વિષ્ણુગાડ પરિવહન યોજનાની ટનેલનું પણ નિરીક્ષણ કર્યુ હતું તથા આસપાસ પડેલી તિરાડોની તપાસ કરી હતી. હાલ તો લોકોની સલામતીને જ મહત્વ અપાશે.
રાજયના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ગઈકાલે અહી આવ્યા હતા. તેઓએ અનેક સ્થળો પર ઉંચાઈએ આવેલી હોટેલોના તૂટેલા ભાગો હવામાં લટકતા જોયા હતા. જો કે અગાઉ જ તમામ હોટેલો તથા આવાસ ખાલી કરી દેવાયા છે. અનેક માર્ગો પર કાદવ-પાણી જોવા મળે છે.