ઋષિકેશના ટૂરિસ્ટ કેમ્પમાં ભૂસ્ખલનના પગલે એક જ પરિવારના પાંચ સભ્યોના દટાઈ જવાથી મોત નીપયાં છે. હજુ તો આ પરિવાર ટૂરિસ્ટ કેમ્પમાં આવ્યો કે તરત ભૂસ્ખલન થયું. પહાડો પર રજા માણવા પહોંચેલો પરિવાર થોડી જ વારમાં બરબાદ થઈ ગયો.
ઉત્તરાખંડમાં ભૂસ્ખલનએ હરિયાણાના એક પરિવારની ખુશી છીનવી લીધી. રાત્રે ભૂસ્ખલન થતાં પરિવાર કેમ્પમાં સૂતો હતો. પાંચ લોકો મોતની ગોદમાં ધસી ગયા. આ ઘટના મધ્યરાત્રિએ પૌડી ગઢવાલના નાઇટ પેરેડાઇઝ કેમ્પમાં બની હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં મૃતક પરિવારના ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ભૂસ્ખલન બાદ તરત જ પ્રવાસી શિબિરની નજીક રાહત અને બચાવ કાર્ય અને સર્ચ ઓપરેશન શ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
અકસ્માતમાં માર્યા ગયેલા પરિવારની માહિતી સામે આવી છે. તેઓ રજાઓ મનાવવા માટે ૧૩ ઓગસ્ટના રોજ હરિયાણાના કુક્ષેત્રથી ઉત્તરાખડં આવ્યા હતા. તેઓ પ્રવાસી શિબિરમાં રોકાયા હતા. પરિવારના આગમનના કલાકોમાં વહેલી સવારે આ વિસ્તારમાં એક વિશાળ ભૂસ્ખલન થયું.
ભૂસ્ખલન દુર્ઘટના અંગે, પૌડી ગઢવાલના એસએસપી શ્વેતા ચૌબેએ કહ્યું કે પીડિતોની ઓળખ કમલ વર્મા (૩૬) તરીકે થઈ છે. તેઓ કરનાલમાં રાષ્ટ્ર્રીયકૃત બેંકમાં વરિ મેનેજર તરીકે નિયુકત થયા હતા. આ સિવાય તેની પત્ની નિશા વર્મા (૩૭), તેના ભાઈ નિશાંત વર્મા (૧૮) અને પુત્ર નિમૃત વર્મા (૯)ની ઓળખ થઈ છે