કેરલના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે લેન્ડસ્લાઈડની ઘટના
ભૂસ્ખલન બાદ 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા, 70 ઘાયલ
- Advertisement -
દુર્ઘટનામાં 2 બાળકો સહિત 41 લોકોના મોત: અધિકારીઓ
વાયનાડમાં વરસાદ વચ્ચે એક દુર્ઘટના બની છે. અહીં ભૂસ્ખલન બાદ 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા છે. 70 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થિતિ એટલી ભયાનક છે કે વાયુસેનાને તમિલનાડુથી બે હેલિકોપ્ટર મોકલવા પડ્યા છે.
કેરલના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે લેન્ડસ્લાઈડની ઘટના બની છે. જેમાં 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. લોકોને બચાવવા માટે મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનામાં 2 બાળકો સહિત પાંચ લોકોના 41 મોત થયા છે.
- Advertisement -
મળતી માહિતી મુજબ, મંગળવારે વહેલી સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું. આ પછી સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. માહિતી અનુસાર, ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે, અને તેમને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
16 લોકો હોસ્પિટલમાં દાખલ
ભૂસ્ખલનમાં ઘાયલ થયેલા લોકોને વાયનાડના મેપ્પડીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ તમામ સંભવિત બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. આજે રાજ્યના મંત્રી સ્થળની મુલાકાત લઈ શકે છે.
CMO દ્વારા જારી નિવેદન
ભૂસ્ખલન પછી, સીએમઓએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને, થમરાસેરી પાસથી આવશ્યક વાહનો સિવાયના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામને રસ્તો ફરી કાર્યરત બનાવવા માટે તૈયાર રહેવા જણાવાયું છે. જેથી અહીં ટ્રાફિક જામ ન થાય અને બચાવ સામગ્રી મુંડકાઈ સુધી પહોંચાડી શકાય.
ભવિષ્યમાં હવામાન કેવું રહેશે…
જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, ઓડિશા, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ (12 સેમીથી વધુ)ની ચેતવણી છે. જુલાઈ 31..
હવામાન વિભાગે પંજાબ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરળમાં ભારે વરસાદ (7 સેમી સુધી)ની આગાહી કરી છે.