પંજાબના 7 જિલ્લામાં પૂર, સેના પહોંચી: એમ્ફીબિયસ ગાડીઓથી રેસ્કયૂ ઓપરેશન શરૂ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પંજાબમાં વરસાદને કારણે 7 જિલ્લાઓ અને 150થી વધુ ગામો પૂરની ઝપેટમાં છે. રાવી-બિયાસ અને સતલજ નદીઓનું જળસ્તર ઊંચું છે. રાજ્યની બધી સ્કૂલો 30 ઓગસ્ટ સુધી બંધ રાખવામાં આવી છે.
રાજ્યના અજનાલામાં બચાવ કામગીરીની જવાબદારી સેનાએ સંભાળી લીધી છે. આ દરમિયાન એમ્ફીબિયસ ગાડીઓથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેની ખાસિયત એ છે કે તે જમીન અને પાણી બંને પર દોડવામાં સક્ષમ છે.
હિમાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે જનજીવન ખરાબ સ્થિતિમાં છે. બુધવારે રાત્રે ભારે વરસાદને કારણે ચંદીગઢ-મનાલી હાઇવે પર ભૂસ્ખલન થયું હતું. રાજ્યના 3 જિલ્લામાં 2000થી વધુ પ્રવાસીઓ ફસાયેલા છે.
રાજ્યમાં પૂર અને વરસાદની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 310 લોકોનાં મોત થયા છે. 369 લોકો ઘાયલ થયા છે અને 38 ગુમ છે. 1240થી વધુ ઘરોને નુકસાન થયું છે. જેમાંથી 331 ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં 41 લોકોના મોત થયા છે. જમ્મુમાં જેલમ અને દિલ્હીમાં યમુના નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હિમાચલમાં 534 રસ્તા બંધ, અત્યાર સુધીમાં 310 લોકોના મોત
હિમાચલમાં સતત મુશળધાર વરસાદને કારણે, અત્યાર સુધીમાં 534 રસ્તા બંધ છે, જ્યારે 1,184 પાવર ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરને અસર થઈ છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (જઉખઅ) દ્વારા ગુરુવારે આ માહિતી આપવામાં આવી હતી. એસડીએમએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ભૂસ્ખલન, અચાનક પૂર અને મકાનો ધરાશાયી થવાના કારણે મૃત્યુઆંક 310 પર પહોંચી ગયો છે.
તાવી નદીના પૂરના પાણી ઓસર્યા બાદ જમ્મુના ગુર્જરનગરમાં ઘરોની હાલત કફોડી બની ગઈ છે.કુલ્લુમાં બુધવારે ભારે વરસાદથી એક પુલ તૂટ્યો હતો. ઉધમપુરમાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરનો એક પુલ બુધવારે તૂટી પડ્યો હતો