હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના અશ્વની ખડ્ડમાં ભૂસ્ખલન થતાં બે મજૂરોના દટાઇ જવાના કારણે મોત થયા છે. મૃતકોની ઓળખ રાકેશ(31 વર્ષ ઉંમર) અને તેમનો પુત્ર વિલાસ રામ બિહાર અને રાજેશ (40 વર્ષ ઉંમર) પુત્ર જોગેન્દ્ર રામ બિહારીના રૂપમાં થઇ છે. પોલીસ આ અકસ્માતની તપાસ કરી રહી છે. આ દુર્ઘટનામાં 5 બીજા મજૂરો માંડ-માંડ બચ્યા હતા. દુર્ઘટના નાના શિમલા પોલીસ હેઠળ અશ્વની ખડ્ડેના મેહલી-જુન્ગા રસ્તા પર થઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર. ક્રશરની પાસે પહાડમાં મોટા પાયે ભુસ્ખલન થયું અને બે માળના શેડમાં ચાલી રહેલા મજૂરો આની ઝપેટમાં આવી ગયા. રાતે લગભગ 1 વાગ્યે આ ભૂસ્ખલનથી ક્રશરની સાઇઠ પર ભાગદોડ મચી ગઇ.
કાટમાળ તેમજ પત્થરની વચ્ચે દબાઇને બે મજૂરોની મોત થઇ ગઇ. 5 બીજા મજૂરોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો. દુર્ઘટનાની સુચના મળતાં જ રાહત અને બચાવ કાર્ય માટે પોલીસ, ફાયર, એસડીઆરએફ, અમે હોમ ગાર્ડની ટીમ તુરંત જ પહોંચી ગઇ. લગભગ 1 કલાકમાં મૃતકોની ડેડ બોડીને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી. જિલ્લા પ્રશાસને મૃતકો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપી.
- Advertisement -
જયારે, ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે ભૂસ્ખલનની સુચના મળતા જ ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યની કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે દુર્ઘટનામાં સુરક્ષિત બહાર નિકળેલા મજૂરો સાથે વાતચીત કરી હતી.