ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સીમતળના રસ્તા પરની પેશકદમી દૂર કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.20
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હસનાવદર ગામથી લાછડી ગામને જોડતા સીમતળના રસ્તા પરની પેશકદમી દૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે હસનાવાદર, ઉકડીયા તથા છાપરી, ખંઢેરી ગામના ખેડૂતો દ્વારા સીમતળના રસ્તા પરની પેશકદમી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
મામલતદાર વેરાવળ ગ્રામ્યની ટીમ દ્વારા તા.10/03/2025 થી તા.12/03/2025 તથા તા.15/03/2025 થી તા.17/03/2025 કુલ 6 દિવસમાં રસ્તાની અંદાજિત લંબાઈ આશરે 3 કિ.મી. તથા અંદાજિત 18 થી 20 ફૂટ જુદી જુદી જગ્યાએ પહોળાઈ ધરાવતા રસ્તા પર જેસીબી મશીન વડે રસ્તા પરના દબાણ સર્વે ખાતેદારોની સંમતિથી હટાવી રસ્તો ખૂલ્લો કરવામાં આવ્યો છે. જેની બજાર કિંમત આશરે રૂ.20લાખ થાય છે.