હાઇકોર્ટમાં 32 અરજી : લેન્ડગ્રેબીંગમાં રાજયમાં બીજા નંબરે, દરરોજ ગુજરાતમાં 20 ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
લેન્ડ ગ્રેડિંગ મામલે અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો કાયદો અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી 1068 અરજી આવી છે, જે પૈકી 558 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 510 કેસ હજુ પેન્ડિંગ છે.
મોટી વાત એ છે કે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ આ મામલે સૌથી વધારે અરજી અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર જિલ્લામાંથી છે. જે અનુક્રમે 47, 32 અને 29 થાય છે. જ્યારે તાપી, નવસારી પાટણ, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, આણંદ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવેલ અરજીઓની સંખ્યા ઓછી સંખ્યામાં છે. રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ એટલે કે અધિકૃત રીતે જમીન પચાવી પાડવાના કાયદા સંદર્ભે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે.
- Advertisement -
વર્ષ 2020માં કાયદો લાગુ કર્યા બાદ અત્યાર સુધી કુલ રાજ્યભરમાં 11207 જેટલી ફરિયાદ થઈ છે. આ ફરિયાદોની કમિટી દ્વારા તપાસ કર્યા બાદ સ્પેશ્યલ કોર્ટમાં તેની સુનાવણી હાથ ધરવામાં આવતી હોય છે. જોકે સ્પેશ્યલ કોર્ટના ચુકાદાથી નારાજ અરજદાર હાઇકોર્ટમાં પણ તેને પડકારી શકે છે. અમદાવાદમાં અત્યાર સુધી થયેલી 1068 ફરિયાદ પૈકી 558નો નિકાલ કરી દેવામાં આવ્યો છે, જ્યારે હજુ 510 પેન્ડિંગ છે. સૌથી મોટી વાત એ છે કે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આ કાયદાને પડકારતી 200 જેટલી અરજીઓ થઈ છે, જે પૈકી સૌથી વધુ અરજી અમદાવાદ જિલ્લામાંથી કરવામાં આવી છે.


