કુવાડવા રોડ પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ, એકની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના મઘરવાડા ગામે વિધવાની જમીન પચાવી પાડનાર ત્રણ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી બે શખસોની ધરપકડ કરી વધુ એક શખસની પકડી લેવા કાર્યવાહી કરી છે.
નાનામવા રોડ પર રાજનગર ચોક પાસે મેધમાયાનગરમાં રહેતા સોમીબેન લવજીભાઈ રાઠોડ (ઉ.73) એ ફરીયાદ કરી હતી. જેમા આરોપીઓ તરીકે મધરવાડા ગામનો અને રાજકોટમાં કુવાડવા રોડ પર શ્રીનાથ પાર્કમાં રહેતો શૈલેશ ધીરજલાલ ટોપીયા,મોરબી રોડ પર લક્ષમણ પાર્કમાં રહેતા જયંતી રાજાભાઈ સુરાણી અને લાખેશ્વર સોસાયટીમાં રહેતો બેચર રાજભાઈ સુરાણીના નામો આપ્યા હતા. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેના પતિનુ સને.2015માં અવશાન થયુ હતુ અને તે પરીવાર સાથે રહે છે. ફરીયાદમાં વધુ જણાવ્યુ હતુ કે તેના સસરાને અગાઉ મઘરવાડા ગામે સરકાર તરફથી સાંથણીમાં જમીન આપી હતી બાદમાં વારસાઈમાં મારા પતિને મળી હતી.
દરમ્યાન કોરોનાની મહામારી વેળાએ તે દરમ્યાન તેના પરીવારની આર્થીક પરીસ્થીતી સારી ન હોય અને થોડા દિવસો માટે તે બહાર હતા અને પરત આવતા તેની વાડીએ ગયા હતા ત્યા તેની જમીન પર શૈલેશભાઈ, જયંતીભાઈ અને બેચરભાઈ ત્યા હાજર હતા અને આ જમીન અમારી છે કહી કાઢી મુકયા હતા જેથી તેને સમજાવ્યા હતા છતા તેઓએ અમારી જમીન ખાલી કરતા ન હોય જેથી અગાઉ કલેકટરમાં ફરીયાદ કરી હતી બાદમાં કુવાડવા પોલીસમાં ફરીયાદ કરતા પીઆઈ રોજીયા સહીતે લેન્ડ ગ્રેબીંગ સહીતનો ગુનો નોધી જયંતી અને બેચરની ઘરપકડ કરી હતી. અને શૈલેશને પકડી લેવા કાર્યવાહી કરી છે.