લેન્ડ ફોર જોબ કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવ અને તેમના પરિવારને મોટ રાહત મળી છે. દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટએ લાલૂ યાદવ, તેમની પત્ની રાબડી દેવી, બિહારના ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવને નિયમિત જમાનત આપી દીધી છે. લાલૂ, રાબડી સહિત લેન્ડ ફોર જોબ કેસના 6 આરોપીઓને જમાનત માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ વાત સ્વીકાર કરતા કોર્ટએ 6 આરોપીઓને જમાનત આપી દીધી છે.
સીબીઆઇએ લેન્ડ ફોર જોબ કૌભંડમાં આ વર્ષ 18 મેના રોજ કેસ દાખલ કર્યો હતો. જો કે, આરોપ છે કે, લાલૂ યાદવએ રેલ મંત્રી રહેતા રેલ્વેમાં લોકોને નોકરી આપવા માટે જમીન પોતાના નામે લખાવી લીધી હતી.
- Advertisement -
સીબીઆઇએ 3 જુલાઇના ચાર્જશીટ દાખલ કરી
3 જુલાઇના સીબીઆઇએ આ કેસમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી હતી. જયારે સીબીઆઇએ કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ ગૃહ મંત્રાલયથી લાલૂ યાદવ સહિત બીજા આરોપીઓની સામે કેસ ચલાવવાની અનુમતિ મળી ગઇ છે. આ ચાર્જશીટમાં પહેલીવાર તેજસ્વી યાદવનું નામ આવ્યું હતું. સીબીઆઇએ લાલૂ યાદવ, રાબડી દેવી સહિત આ કેસમાં 16 લોકોને આરોપી બનાવ્યા હતા. જેમાં રેલ્વેએ આરોપી અધિકારીઓ અને નોકરી લેનારાઓના નામનો સમાવેશ છે.
#WATCH | Delhi: Former Bihar CM and RJD chief Lalu Yadav, former Bihar CM Rabri Devi, Bihar Deputy CM Tejashwi Yadav and RJD MP Misa Bharti leave from Rouse Avenue Court after they were granted bail in the alleged land-for-jobs scam case. pic.twitter.com/tp3jGdKD39
— ANI (@ANI) October 4, 2023
- Advertisement -
શું છે લેન્ડ ફોર જોબ કૌભાંડ?
– લેન્ડ ફોર જોબ કૌભાંડનો આ કેસ 14 વર્ષ જુનો છે, આ વાત લાલુ યાદવ રેલ્વો મંત્રી હતા ત્યારની છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, લાલૂ યાદવએ રેલ્વે મંત્રી રહેતા રેલ્વેમાં લોકોને નોકરી આપવાના બદલે તેમની જમીન લખાવી લીધી હતી. લાલૂ યાદવ વર્ષ 2004થી 2009 સુધી રેલ્વે મંત્રી હતા.
– સીબીઆઇના આ કેસમાં 18 મેના કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સીબીઆઇના જણાવ્યા અનુસાર, લોકોને પહેલા રેલ્વેમાં ગ્રુપ ડીના પદ પર સબ્સ્ટીટયૂટના રૂપે ભરતી કરવામાં આવ્યા હતા અને તેમના પરિવારએ જમીનનો સોદો કર્યો હતો, ત્યારપછી તેમને રેગ્યુલર કરવામાં આવ્યા હતા.
– સીબીઆઇએ જણાવ્યું કે, પટનામાં લાલૂ યાદના વરિવારને 1.05 લાખ વર્ગ ફીટ જમીન પર કથિત રૂપે કબ્જો કરી લીધો છે. આ જમીનનો સોદો રોકડમાં કરવામાં આવ્યો હતો. જો કે, લાલૂ પરિવારે રોકડ આપીને આ જમીન ખરીદી હતી. આ જમીન બહુ ઓછા ભાવે વેચવામાં આવી હતી.
ઇડી મની લોન્ડરીંગની તપાસ કરી રહી છે
રેલ્વેમાં નોકરીના બદલે લાંચમાં જમીન લેવાના આરોપોના કેસમાં સીબીઆઇ તપાસ કરી રહી છે, જયારે મની લોન્ડરિંગના કેસમાં ઇડી તપાસ કરી રહી છે. સીબીઆઇએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ કેસમાં લાલૂ યાદવના નજીકના તેમજ પૂર્વ વિધાયક યાદવ અને હ્દયાનંદ ચૌધરી પણ સંડોવાયેલા હતા. આરજેડી નેતા લાલૂ યાદવે ઓએસડી રહેલા ભોલા યાદવે સીબીઆઇએ 17 જુલાઇના ધરપકડ કરવામાં આવી હતી. ભાલ વર્ષ 2004થી 2009ની વચ્ચે તત્કાલિન રેલ્વે મંત્રી લાલૂ પ્રસાદ યાદવ ઓએસડી હતા.