જૂનાગઢમાં TP સ્કીમ વિવાદ મામલે ખેડૂતો-જુડા સાથે ફરી મિટિંગ મળી
ખેડૂતોની વાંધા અરજીઓ રાજ્ય સરકારમાં મોકલાશે
હવે રાજ્ય સરકારના નિર્ણય પર ખેડૂતોની નજર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ ઝાંઝરડા પટેલ સમાજ ખાતે ટીપી સ્કીમના વિવાદ મામલે લઇને ખેડૂતો અને જુડા અધિકરીઓ સાથે ફરી મિટિંગ મળી હતી જેમાં ખેડૂતો અને જુડા વચ્ચે મુક્ત રીતે સંવાદ થયો હતો જેમાં જુડા અધિકરીઓ દ્વારા ખેડૂતોના મહત્વના મુદાઓને સાંભળ્યા હતા જેમાં ખેડૂતો દ્વારા પણ જે ટીપી સ્કીમમાં જે ટેકનીલ ખામી હતી તેની અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી પણ તે વાતને જુડા અધિકરીઓએ ધ્યાને નહિ લેતા ફરી મિટિંગ બોલવાની ફરજ પડી હતી. આ મિટિંગમાં ખડૂતોએ ટીપી સ્કીમનો સખ્ત શબ્દોમાં વિરોધ કર્યો હતો જેમાં ખેડૂતોનું કેહવું હતું કે, ટીપી સ્કીમમાં જે ખેડૂતોની 40 ટકા જમીન જે કપાત થાય છે તે કોઈપણ ભોગે પોસાઈ તેમ નથી અને તેમાં બેટલમેન્ટ ચાર્જ ભરાવો પડે તે ખેડૂતોને પરવડે તેમ નથી જેમાં નાના ખેડૂતો આ બોજો ભરી શકે તેમ નથી અને આ ઝાંઝરડા સહીત આસપાસના ગામોનો વિરોધ છે.
જયારે આજે ભારતીય કિશાન સંઘના ગુજરાતના સંયોજક મનસુખ પટોળીયાએ જણાવ્યું હતું કે, આ વિકાસની વ્યાખ્યા નથી એટલે ખેડૂતોની જમીન કપાત થાય તેનો અનેકવાર રેલી તેમજ આવેદન આપી શખ્ત વિરોધ નોંધાવ્યો હતો અને એની રજુઆત મુખ્યમંત્રી સહીત સબંધિત અધિકરીને જાણ કરી હતી. જયારે આ મિટિંગમાં જુડા અધિકરીએ પણ સ્વીકાર્યું હતું કે, કલમ 66 મુજબ વાંધા અરજી કરી શકાય છે જેના કારણે હવે આગામી દિવસોમાં વધુમાં વધુ ખેડૂતો વાંધા અરજી રજુ કરવામાં આવશે અને આ ટીપી સ્કીમમાં જે ટેકનિકલ ખામી છે તે રદ કરવા ખેડૂતો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.મુખ્ય મુદ્દાઓ જમીન માપણી જે થઇ નથી અને જે નકશા બનાવામાં આવ્યા છે તે અગાઉ 30 વર્ષ પેહલા જે જમીન માપણી થઇ હતી તે મુજબ નકશા બનવ્યા છે. તે ફરીથી જમીન માપણી કરવામાં આવે ત્યારે આ મુદ્દે ખેડૂતોને હદ મુદ્દે સામસામે ઘર્ષણ સર્જાય તે અયોગ્ય છે અને ફરીથી માપણી સીટ તૈયાર કરવામાં આવે તે પછી નવા નકશા બને તેવી અમારી માંગ છે.
જુડા અધિકરીએ ખેડૂતોને શું કહ્યું
જૂનાગઢ જુડા અધિકરી બાટીએ જણાવ્યું હતું કે, આ મિટિંગ બીજી વાર મળી હતી જેમાં ખેડૂતોની એવી માંગણી હતી કે, સાઉન્ડ સિસ્ટમની ક્ષતિના કારણે આજે ફરી ખેડૂતો સાથે બેઠક યોજાય હતી જેમાં ખેડૂતોના પ્રશ્ર્નોને સંતોષ કારક ઉતરો આપ્યા છે. જેમાં ખાસ ખેડૂતોના મહત્વના મુદ્દા જોઈએ તો જમીન કપાત તેમજ બેટલમેન્ટ ચાર્જ અને ટીપી સ્કીમ રદ કરવી તેવા મુદ્દે ચર્ચાઓ થઇ હતી. ત્યારે ખેડૂતોને સમજણ સાથે ડીએલઆર દ્વારા ફરી જમીન માપણી તેમજ વાંધાઓ અરજીઓ આવે તેને રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે જેના આધારે જે સરકાર જે પણ નિર્ણયો લેશે તેની નોંધ લેવામાં આવશે તેમ ખેડૂતોને સૂચવ્યું હતું.