ચારાકૌભાંડના પાંચમા કેસમાં સજાની સુનાવણી
રૂ. 60 લાખનો દંડ પણ ફટકારતી CBI સ્પેશિયલ કોર્ટ
ચારાકૌભાંડના સૌથી મોટો કેસમાં ડોરંડા ટ્રેઝરીથી 139.95 કરોડની ગેરકાયદે રોકડ કાઢવામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને 5 વર્ષની સજા અને રૂપિયા 60 લાખંડનો દંડ ફટકારાયો છે. રાંચીમાં CBIના સ્પેશિયલ જજ એસકે શશિએ વીડિયો-કોન્ફર્સિંગ દ્વારા સજા સંભળાવી હતી. હાલ લાલુ RIMSના પેઈંગ વોર્ડમાં દાખલ છે.
950 કરોડ રૂપિયાના દેશના બહુચર્ચિત ચારાકૌભાંડના સૌથી મોટા (ડોરંડા ટ્રેઝરીથી 139.25 કરોડના કૌભાંડ) કેસમાં મંગળવારે સુનાવણી કરવામાં આવી હતી. CBIની સ્પેશિયલ કોર્ટે RJD સુપ્રીમો લાલુ યાદવ સહિત 75 આરોપીને દોષિત જાહેર કર્યા હતા જ્યારે 24 લોકોને નિર્દોષ જાહેર કરાયા હતા.