ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર નિ:શુલ્ક પણે દર્દી નારાયણની સેવામાં નિરંતર કાર્યરત છે. અને આ સાથે દિન પ્રતિદિન આ સંસ્થા દર્દીનારાયણની સવલતોને ધ્યાનમાં રાખીને દર્દીને ઓછામાં ઓછી તકલીફ પડે તેનું સતત નિરીક્ષણ કરી રહી છે.
- Advertisement -
મુંબઈના ઉદાર દાતા શ્રી સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસ અને દિવાળીમાં ટ્રસ્ટ મુંબઈના સહયોગથી આ સંસ્થામાં ગતરોજ દર્દી નારાયણને કોઈપણ કેમ્પ હોય અથવા કોઇ વિસ્તારમાંથી એક સાથે હોસ્પીટલમાં લાવી શકાય તે હેતુથી એક સુંદર અને આધુનિક સગવડોથી સુસજ્જ સેન્ટ્રલ એસી મીની બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનવ મંદિરના મહંત ભક્તિરામબાપુના વરદહસ્તે વિધિવત પૂજા અર્ચના કરી આ મીની બસનું દર્દી નારાયણની સુખાકારી માટે સદુપયોગ થાય તે અર્થે લોકાર્પણ કરવામાં આવ્યું. તેવું આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારીયાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું