મંગળવારે રાત્રે અડધો ડઝનથી વધુ લોકો અચાનક બીમાર પડ્યા હતા. તેમાંથી એક બાદ એક એમ સાત વ્યક્તિના મોત થયા.
બિહારમાં ફરી એકવાર ઝેરી દારૂએ તાંડવ મચાવ્યો છે. વાત જાણે એમ છે કે, બિહારના છપરા વિસ્તારમાં 24 કલાકમાં 10 લોકોના શંકાસ્પદ રીતે મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઝેરી દારૂ પીધા બાદ તેમનું મોત થયું છે. તમામ મૃતકો મશરાક, ઇસુપુર અને અમાનુરના રહેવાસી હતા. જોકે તેમાંથી કેટલાક લોકો બીમાર હોવાનું પણ સામે આવ્યું છે.
- Advertisement -
Bihar | 3 people died after allegedly consuming spurious liquor in Chhapra area of Saran district.
3 died, bodies sent for postmortem, these look like suspicious deaths. I have also received information that some more are receiving treatment at different places: S Kumar, SP pic.twitter.com/J3o0Nud6hd
— ANI (@ANI) December 14, 2022
- Advertisement -
બિહારના છપરા વિસ્તારમાં મશરાક અને બોર્ડરના દૈલા ગામમાં મંગળવારે રાત્રે અડધો ડઝનથી વધુ લોકો અચાનક બીમાર પડ્યા હતા. તેમાંથી એક બાદ એક એમ સાત વ્યક્તિના મોત થયા હતા. આ સાથે અમાનુરના હુસૈનપૂરમાં 4 વ્યક્તિના મોત થતાં તો માઘૌરાના લાલા ટોપામાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આ તમામના મોત ઝેરી દારૂ પીવાને કારણે થયા હોવાનું કહેવાય છે. અત્યારસુધી કુલ 12 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે પ્રશાસન તરફથી આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. નોંધનીય છે કે, બિહારમાં ઝેરી દારૂનો કહેર અટકાવનું નામ નથી લઈ રહ્યો. ગયા અઠવાડિયે વૈશાલી જિલ્લાના માહનારમાં પણ ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. ઝેરી દારૂના કારણે તેમનું મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.