– વિજય રૂપાણી સાથેની તસવીરને લઇ લલિત વસોયાનો ખૂલાસો
આ તસવીર ઉપલેટામાં યોજાયેલા કાર્યક્રમની
ઉપલેટામાં 1 જૂને શહીદ વીર રમેશ જોગલની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજર રહ્યા હતા. આ સમયે વિજય રૂપાણી અને લલિત વસોયા એકબીજાની પાસે બેઠા હતા અને બન્ને વચ્ચે ગહન ચર્ચા થઈ હોય તેવી તસવીર સામે આવી હતી.
- Advertisement -
હું એક પણ ગ્રુપમાંથી લેફ્ટ થયો નથી, કોઈ આ વાત સાબિત કરી દે એટલે હું રાજકારણ મૂકી દઉં, ભાજપમાં
જવાની તૈયારી બિલકૂલ નથી : લલીત વસોયા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષમાં જ હોય રાજકીય ઉથલ-પાથલ શરૂ થઈ ગઈ છે. હાર્દિકના એક સમયના સાથી અને ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ કેસરીયો ધારણ કરવાના મૂડમાં હોય તેવી ચર્ચા ઉઠી હતી. રૂપાણી સાથે ગહન ચર્ચા કરતી તસવીર પોતાના જ વોટ્સએપ સ્ટેટસમાં મૂકી હતી. આ બાબતે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, સારા માણસ સાથેની તસવીર સ્ટેટસમાં મૂકવામાં શું વાંધો ? લલિત વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે, મારી ભાજપમાં જવાની તૈયારી બિલકૂલ નથી. પહેલી વાત એ છે કે, અત્યારે પણ ચોખવટ કરી દઉં કે તે સમયે મેં કહ્યું હતું કે, એક પણ ગ્રુપમાંથી લેફ્ટ થયો નથી. કોઈ આ વાત સાબિત કરી દે એટલે હું રાજકારણ મૂકી દઉં. વિજયભાઈ રૂપાણી સાથેની તસવીર સ્ટેટસ મૂકવાનું કારણ એ છે, 1 જૂને ઉપલેટામાં શહીદ વીરની પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ હતો. ત્યાં અમે ભેગા થઈ ગયા હતા. હાલ ભાજપમાં જવાની કોઈ વિચારણા નથી.2017માં મેં કોંગ્રેસમાં 65 વ્યક્તિને ટિકિટ અપાવી હતી. મને ટિકિટ ન મળે તેનો સવાલ જ નથી. જેને અફવા ફેલાવવી છે તે ફેલાવે છે. મારું તો બધા સાંભળે છે એટલે કોંગ્રેસમાં મારે કોઈ નારાજગી નથી.