મહિલાએ 2019થી શોષણ અને બ્લેકમેઇલિંગના આરોપ લગાવ્યા, સમીર મોદીના વકીલે કહ્યું-પૈસા પડાવવા FIR કરી
ખાસ-ખબર ન્યૂઝ દિલ્હી
- Advertisement -
દિલ્હી પોલીસે ગુરુવારે સાંજે દિલ્હી એરપોર્ટ પરથી બિઝનેસમેન સમીર મોદીની ધરપકડ કરી હતી, જે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીના ભાઈ છે. એક મહિલાએ તેમના પર 2019થી વારંવાર બળાત્કાર, બ્લેકમેઇલિંગ અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. મહિલાએ 10 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં ઋઈંછ નોંધાવી હતી. ત્યારબાદ બિઝનેસમેન વિરુદ્ધ લુક-આઉટ સર્ક્યુલર (IPL) જારી કરવામાં આવ્યો હતો. યુરોપની બિઝનેસ ટ્રીપ પરથી પરત ફર્યા બાદ ગુરુવારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દિલ્હીની એક કોર્ટે સમીરને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. આ દરમિયાન, સમીરના વકીલે દાવો કર્યો હતો કે બિઝનેસમેન સામેના આરોપો ખોટા છે. એડવોકેટ સિમરન સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઋઈંછ ખોટા અને બનાવટી તથ્યો પર આધારિત છે. સમીર મોદી પાસેથી પૈસા પડાવવા માટે આ કેસ કરવામાં આવ્યો છે.”
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાનો આરોપ છે કે બિઝનેસમેને 2019માં ફેશન અને લાઇફસ્ટાઇલ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દીની તક આપવાના બહાને તેનો સંપર્ક કર્યો હતો. ડિસેમ્બર 2019માં, સમીરે તેને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની ખાતેના તેના ઘરે બોલાવી અને તેના પર બળાત્કાર ગુજાર્યો.
મહિલાએ જણાવ્યું હતું કે બિઝનેસમેને તેના પર વારંવાર બળાત્કાર કર્યો હતો, મારપીટ કરી અને લગ્નના ખોટા વચનો આપીને તેને બ્લેકમેલ કરી હતી. તે જાણતી હતી કે સમીર મોદી પહેલાથી જ પરિણીત છે. તેણે દાવો કર્યો હતો કે જો તેણે બળાત્કારનો ખુલાસો કરશે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સમીરે તેને ડરાવીને અને ખોટા આશ્ર્વાસનો આપીને મોઢું બંધ રાખવાના પ્રયાસ કર્યા હતા.