લાલ સલામના ટીઝરમાં રજનીકાંત એકદમ અલગ લુકમાં જોવા મળી રહ્યા છે. ટીઝરની શરૂઆત તેમના બંગલામાંથી બહાર નિકળવાથી થાય છે. પિક્ચરની સ્ટોરીને રજનીકાંતની દિકરી ઐશ્વર્યાએ લખી છે. ‘લાલ સલામ’ની ડાયરેક્ટર પણ ઐશ્વર્યા છે.
‘લાલ સલામ’ના ટીઝરમાં રજનીકાંતે એકદમ એલગ જ લુકમાં જોઈ શકાય છે. ટીઝરની શરૂઆત તેમના બ્રાઉન અચકન અને પાયજામા પહેરેલા પોતાના બંગલાથી બગાર નિકળવાથી થાય છે. ત્યારે બાદ તેમની ગાડી એક ફેક્ટ્રી વાળા વિસ્તારમાં જાય છે. જ્યાં અંતે આદમી અને મહિલા યુનિફોર્મ પહેરીને ઉભા છે. અહીંથી જ એક્શનની શરૂઆત થાય છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
‘લાલ સલામ’ તમિલ ભાષાની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ જણાવવામાં આવી રહી છે. તેમાં રજનીકાંત જબદરસ્ત રોલ નિભાવી રહ્યા છે. ફિલ્મમાં થલાઈવર રજનીકાંતની સાથે વિષ્ણુ વિશાલ, વિક્રાંત, વિગ્ણેશ અને જીવિચા જેવા સ્ટાર્સ જોવા મળશે. પિક્ચરની સ્ટોરીને રજનીકાંતની દિકરી ઐશ્વર્યાએ લખી છે. ‘લાલ સલામ’ની ડાયરેક્ટર પણ ઐશ્વર્યા જ છે.
ક્યારે રિલીઝ થશે લાલ સલામ?
આ ફિલ્મનું એલાન નવેમ્બર 2022માં કરવામાં આવ્યું હતું. તેની શૂટિંગ માર્ચ 2023માં શરૂ થઈ હતી અને ઓગસ્ટમાં પૂર્ણ થઈ હતી. મૂવીને લઈને ઐશ્વર્યાએ રજનીકાંતની એક લાંબી પોસ્ટ પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે ‘લાલ સલામ’ને બનાવવા માટે તેમને પોતાનો પરસેવો પાડવો પડ્યો હતો અને ધૂપમાં કાળા પણ થયા હતા. રિલીઝની વાત કરીએ તો જાન્યુઆરી 2024માં પોંગલના દિવસે ‘લાલ સલામ’ સિનેમાઘરોમાં આવશે.