ભારતીય બેડમિન્ટન ખેલાડી સેનની સતત આગેકૂચ; વર્ષની બીજી ટ્રોફી કરી પોતાના નામે: પી.વી.સિંધુ ફાઈનલમાં હારી
કૉમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા એવા ભારતના લક્ષ્ય સેને કેનેડા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચીનના ખેલાડીને ધૂળ ચાટતો કરી દઈ ખીતાબ પોતાના નામે કરી લીધો છે.
- Advertisement -
આ સાથે જ એક વર્ષમાં લક્ષ્યએ બીજી ટ્રોફી જીતી છે. આ પહેલાં તેણે જાન્યુઆરી-2023માં ઈન્ડિયા ઓપન ટૂર્નામેન્ટ જીતી હતી. વિશ્વના 19મા ક્રમકના ખેલાડી સેને રાઉન્ડ ઑફ 32માં વિશ્વના ચોથા નંબરના ખેલાડી એવા થાઈલેન્ડના કુનલાવુત વિટિડસર્નને સેમિફાઈનલમાં હરાવી ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી.
ફાઈનલમાં લક્ષ્યકનો સામનો જે શટલર સામે થયો તેના વિરુદ્ધ તેની જીતનો રેકોર્ડ 4-2ના છે. આ એક વર્ષમાં તેનો બીજો બીડબલ્યુએફ ફાઈનલ પણ હતો. રેન્કીંગમાં છઠ્ઠા ક્રમે રહી ચૂકેલા સેને પાછલો ફાઈનલ પાછલા વર્ષે ઑગસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સમાં રમ્યો હતો.
આ પહેલાં ભારતની પી.વી.સિંધુ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ન કરી શકી અને વિમેન્સ સિંગલ્સના સેમિફાઈનલમાં જાપાનની નંબર વન ખેલાડી અકાને યામાગુચી સામે 14-21, 15-21થી હારી ગઈ છે. જ્યારે લક્ષ્ય સેને ચીનના લી શી ફેંગ કે જેનો ક્રમાક 10 છે તેને સીધી ગેમમાં 21-18, 22-20થી હરાવીને ટ્રોફી જીતી છે.
- Advertisement -