એસટી, રેલવે, સાસણ ગીર, સક્કરબાગ ઝૂ, ગિરનાર રોપ-વે મોજ માણી
ખાસ-ખબર સંવાદદાતા
સોરઠ પંથકમાં સાતમ આઠમ તહેવારો નિમિતે લાખો પ્રવાસીઓ હરવા ફરવા સ્થળો સાથે ધાર્મિક સ્થાનો દેવ દર્શન માટે ઉમટી પડયા હતા ચાર દિવસના મીની વેકેશનમાં દૂર દૂર થી પ્રવસીઓ ખુબ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સોમાનાથ મંદિર તેમજ દીવ સહીત કનકાઈ, બાણેજ સહીત અને સુપ્રસિદ્ધ હરવા ફરવાના સ્થળો આવેલ છે તેની સાથે જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલ રોપ-વે સાથે અનેક ધર્મ સ્થાનોમાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો જયારે શહેરમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પર્યટકો વન્ય પ્રાણી જોવા ઉમટી પડયા હતા આમ એસટી અને રેલવે તંત્ર સહીત સાસણ ગીર અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને લાખોની કમાણી જોવા મળી હતી.