મિત્ર અંકિતને કોર્ટે 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો
કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષના મિત્ર અંકિત દાસને લખીમપુર હિંસા કેસમાં ઈઉંખ કોર્ટે 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. અંકિતે આજે સવારે ક્રાઈમ બ્રાંચમાં પહોંચીને સરેન્ડર કર્યું હતું. 5 કલાક લાંબી પૂછપરછ બાદ અંકિતને ઈઉંખ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. અંકિત દાસે અહીં કહ્યું હતું કે તે ફોચ્ર્યુનર કાર હાજર હતો, પરંતુ હું નિર્દોષ છું. દરમિયાન મુખ્ય આરોપી આશિષ મિશ્રા ઉર્ફે મોનુની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. હવે, તેમના વકીલ અવધેશ સિંહ આવતીકાલે (ગુરુવારે) ફરીથી જિલ્લા ન્યાયાધીશને જામીન માટેની અરજી સુપરત કરશે.



