સિક્કિમના ચુંગથાંગમાં તળાવ ફાટવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂરનો ભય છે. પ્રભાવિત વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તળાવ ફાટવાને કારણે તિસ્તા નદીના કેચમેન્ટ વિસ્તારમાં પૂરની સંભાવના છે.
વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારોને કર્યા એલર્ટ
- Advertisement -
ઉત્તર સિક્કિમના ચુંગથાંગમાં તળાવ ફાટવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ભય છે. તળાવ છલોછલ થવાને કારણે તિસ્તા નદીનું જળસ્તર વધી શકે છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે. વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. બાંગ્લાદેશના ગાઝોલ્ડોબા, દોમોહાની, મેખલીગંજ, ઘીશ અને નીચાણવાળા વિસ્તારોને અસર થઈ શકે છે. આ વિસ્તારોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે. તળાવનાં ફાટવાનાં કારણે અચાનક જ પૂરનું જોખમ વધી જાય છે. ત્યારે વહીવટીતંત્ર તેના સ્તરે તકેદારી રાખી રહ્યું છે. જેથી જાનમાલના નુકસાનને ઘટાડી શકાય.
NH10 near Melli badly damaged after Massive Flood in Teesta River#Sikkim #Bengal pic.twitter.com/jFjeRyQ9JF
— Weatherman Shubham (@shubhamtorres09) October 4, 2023
- Advertisement -
મળતી માહિતી અનુસાર લ્હોનક તળાવ ફાટવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂરની શક્યતાઓ છે. ત્યાં જ તિસ્તા નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. વહીવટીતંત્રે આ વિસ્તારોના લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.
સંગકલાંગ
બ્રિગબોંગ
ફિડાંગ
ડિક્ચુ
માખા
સિંગતમ
રંગપો
મેલિ
#BreakingBad : 23 army personnel have been reported missing due to a flash flood that occurred in Teesta River in Lachen Valley after a sudden cloud burst over Lhonak Lake in North Sikkim.
Prayers 🙏 pic.twitter.com/LVBdu351ct
— Baba Banaras™ (@RealBababanaras) October 4, 2023
સેનાના વાહનો પણ ડૂબી ગયા
ગુવાહાટીમાં આર્મીનાં પીઆરઓએ કહ્યું, ‘ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેનાં કારણે સેનાનાં 23 સૈનિકો ગુમ છે. ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે અચાનક જ નીચાણવાળા વિસ્તારોમાં પાણીની સપાટી 15-20 ફૂટની સુધી પહોંચી ગઈ હતી. જેના કારણે સિંગતમ નજીકના બરડાંગમાં રહેલ સેનાના વાહનોને પણ અસર થઈ હતી. સેનાના 23 જવાનો ગુમ થયાના અને 41 વાહનો કાદવમાં ડૂબી જવાના સમાચાર છે.
23 army personnel have been reported missing due to a flash flood that occurred in Teesta River in Lachen Valley after a sudden cloud burst over Lhonak Lake in North Sikkim: Defence PRO, Guwahati https://t.co/zDabUMrCaI pic.twitter.com/uWVO1nsT2T
— ANI (@ANI) October 4, 2023
બીજેપી નેતા ઉગેન ત્સેરિંગ ગ્યાત્સો ભુટિયાએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા લોકોના યુદ્ધનાં ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. પરંતુ સિંગતમમાં જાહેર મિલકતોને નુકસાન થયું છે. કેટલાક લોકો ગુમ છે. ત્યારે વહીવટીત તંત્ર દ્વારા તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે.