સર્વસમાજની 11 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે: સંતો-મહંતો સહિતના રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
- Advertisement -
સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા લાડકડીના લગ્નોત્સવનું ભવ્ય આયોજન તા. 14 ને રવિવારે કાર્તિક પાર્ટી પ્લોટ, 80 ફૂટ રોડ, કુવાડવા રોડ ખાતે કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં 11 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય રવિવારે સાંજે 6 કલાકે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, પિન્ટુભાઈ પટેલ અને ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે કરવામાં આવશે.
સમૂહ લગ્નોત્સવમાં દાતાઓ તરફથી દીકરીઓને કરિયાવર સ્વરૂપે અનેક વસ્તુઓની ભેટ આપવામાં આવશે. આ તકે નવદંપતિને આશીર્વચન પાઠવવા રામભગત, ધવલ ભુવાજી, મહંત લાલદાસબાપુ સહિત કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા, અરવિંદ રૈયાણી, મનસુખ માંડવીયા, ગોવિંદ પટેલ, રામભાઈ મોકરીયા સહિતના મહાનુભાવો હાજરી આપશે. આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે સમૂહ લગ્નોત્સવના વિપુલ પટેલ, રસીક પટેલ અને હીરેન પરસાણા પધારેલા હતા.