- 500 કરોડની બ્લેકમનીના પૂરાવા ઝૂંપડપટ્ટીમાંથી મળ્યા : IT વિભાગે પોલીસની મદદથી 450 CCTV તપાસ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં લાડાણી ગ્રુપની ટેક્સચોરીમાં મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. જેમાં બિલ્ડર ગ્રુપ દ્વારા પૈસા છુપાવવા માટેનો નવો કીમિયો સામે આવ્યો છે. જેમાં આશરે રૂ. 500 કરોડ ઝૂંપડપટ્ટીમાં છુપાવવામાં આવ્યા હોવાની વિગતો ઈંઝ વિભાગને જાણવા મળી છે. જેના માટે ઈંઝ વિભાગે પોલીસની મદદથી 450 ઈઈઝટ તપાસ્યા હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા થોડાં દિવસોથી રાજકોટમાં ઈંઝ વિભાગના દરોડા ચાલી રહ્યા છે. જેમાં લાડાણી ગ્રૂપની ટેક્સચોરી કેસમાં મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. આ વચ્ચે 500 કરોડની બ્લેકમનીના પૂરાવા ઝૂંપડપટ્ટીમાંથી મળ્યા છે. આ દરમિયાન રાજકોટ યુનિ. રોડ પર ઝૂંપડપટ્ટીમાં તપાસ કરતા પુરાવા મળ્યા છે અને બેગમાંથી રૂ. 1.25 કરોડ મળ્યા હોવાની વિગતો સામે આવી છે. પૂરાવા ન મળે તે માટે ઝૂંપડપટ્ટીની જગ્યા પસંદ કરી હોવાની વિગતો સામે આવી છે.
ઈંઝ વિભાગ દ્વારા પોલીસની મદદ રાજકોટના આશરે 450 ઈઈઝટ કેમેરા ચેક કર્યા છે. જેના હેઠળ યુનિવર્સિટી રોડ પર ઙૠટઈકની ઓફિસની પાછળ આવેલા પછાત વિસ્તારમાં એક રૂમમાં તપાસ કરતા આવક ચોરીના તમામ પૂરાવા મળ્યા છે. આ માટે કંપનીના બ્લેકમનીને સાચવવાનું તથા તેને હેન્ડલ કરવાનું કામ કંપનીના એકાઉન્ટન્ટ અંકિત શિરા અને રાજ સિસોદિયા દ્વારા કરતા હતા હોવાની માહિતી
સામે આવી છે.
જેના સાથે જ રેઇડ દરમિયાન 10માં માળેથી ફેંકાયેલો ફોન રિકવર કર્યો છે. આ દરમિયાન તેમાંથી ડેટા મેળવવા માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો. જેના આધારે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી શકે છે. જેના પરથી વધુ વિગતો મળી શકે છે. તેમજ અન્ય કેટલાક ઈઈઝટ ચેક કરતા ડેટા છુપાવાયો હતો તે જગ્યાનો
પતો લાગ્યો છે.
નોંધનીય છેકે, ઈન્કમટેક્સ વિભાગે 27 ફેબ્રુઆરીએ લાડાણી જૂથ અને તેના નિકટના લોકોના 30 પરિસરો પર સર્ચ ઓપરેશન કર્યું હતું. આ દરમિયાન રૂ.500 કરોડની બ્લેકમનીના પૂરાવા શોધવાનું કામ ચાલી રહ્યું છે અને જેના માટે વિવિધ જગ્યાઓ પર ઈંઝ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દિશામાં જ પોલીસની પણ ઈંઝ વિભાગ દ્વારા મદદ લેવામાં
આવી રહી છે.