સ્થાનિક નગરપાલિકા બિનજરૂરી કામો કરી જરૂરી કામોને નજરઅંદાજ કરે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
ધ્રાંગધ્રા નગરપાલિકાનો અણઘડ વહીવટનું વધુ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે જેમાં શહેરના મેળાના મેદાન તરફ જવાના માર્ગ પર આવેલા પુલ પર બંને સેઝમાં સેફ્ટી ગ્રિલનો આભવ નજરે પડે છે. પુલની બંને સાઈઝ ખુલ્લી હોવાથી અહી કોઈપણ સમયે દુર્ઘટના સર્જાય તેવી ભિતી સેવાઈ રહી છે જ્યારે આ પુલ પર ખાસ કરીને સ્કૂલના બાળકો જતા આવતા હોય છે. જેથી સેફ્ટી ગ્રીલના અભાવે કોઈપણ સ્કૂલે જતું બાળક પુલની નીચે ખાબકે તો દુર્ઘટના સર્જાય તેમ છે. જોકે અગાઉ પણ રાત્રીના સમયે એક પુનિતનગરમાં રહેતો યુવાન બાઈક લઈને પુલની નીચે પડતાં મોત થયું હતું પરંતુ તંત્રને આ એક દુર્ઘટનાથી હજુય કોઈ ફેર ન પાડયો હોય તેમ વધુ એક કુમળા બાળકનો જીવ જાય તેના રસ હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે. આ તરફ સ્થાનિક નગરપાલિકા દ્વારા વિકાસના નામે રોડના વચોવચ ગ્રિલ નાખવા જેવી બિન જરૂરી કામગીરી કરી રહ્યું છે પરંતુ જ્યાં લોકોના જીવનો સવાલ ઊઠે તે કામગીરી કરવામાં રસ નથી તેવું પણ અહી નજરે પડે છે તેવામાં મેળાના મેદાન પરના પુલની બંને સાઈડ તાત્કાલિક સેફ્ટી ગ્રિલ નાખવાની લોક માંગ ઉઠવા પામી છે.